ખેતીવાડી સામે રીક્ષાની ઠોકરે સાયકલ ચાલકને ઇજા

August 21, 2018 at 11:34 am


જામનગરના ખેતીવાડી સામે ઇન્દીરા કોલોનીમાં રહેતા ભાણજી મુળજીભાઇ મેવાડા (ઉ.વ.55) સાયકલ લઇને ગઇકાલે કોલોની વિસ્તારમાં જતા હતા ત્યારે અતુલ રીક્ષા નં. જીજે10ટીટી-8851ના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી ભટકાડીને ભાણજીભાઇને પછાડી દઇ શરીરના ભાગે ઇજાઆે પહાેંચાડી નાશી છુટયો હતો તેમણે રીક્ષાચાલક સામે સીટી-સી માં ફરીયાદ કરી હતી.

સિકકા પાટીયા નજીક બાઇકચાલક દંડાયો

જામનગરના સરમત ગામમાં રહેતા જેન્તી સોમા ભાંભી (ઉ.વ.24) નામનો શખ્સ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ નં. જીજે10સીકે-0655ને પુરઝડપે બેફીકરાઇથી પોતાની અને રાહદારીઆેની જીંદગી જોખમાય એ રીતે ચલાવીને સિકકા પાટીયાથી ખાવડી તરફના રોડ પરથી નીકળતા મેઘપર પોલીસે ઝડપી લઇ તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Comments

comments

VOTING POLL