ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયકના બન્ને સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી

September 6, 2018 at 11:11 am


2015-16માં ગુજરાત સરકાર દ્વારા ખેતજમીન ટોચ મર્યાદાનું સુધારા વિધેયક પ્રથમ વખત પસાર કરવામાં આવ્યા હતા અલગ અલગ બે વિધેયકોને લઈને રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું છેલ્લા બે વર્ષથી રાજ્યના મહેસુલ મંત્રાલય દ્વારા રાષ્ટ્રપતિભવન દ્વારા પૂછવામાં આવેલી બાબતોને લઈને જવાબો કરવામાં આવ્યા હતા.
ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક ગુજરાત સરકાર દ્વારા 2015માં વિધાનસભા ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવેલ જેમાં કેટલાક વિવાદો સજાર્યા હતા. આ વિધેયકની જોગવાઈ અનુસાર વધારાની જમીનોનો કબજો મેળવી વંચિતો, જમીન વિહોણા ખેડૂતોને આપાવની જોગવાઈ છે પરંતુ સરકાર દ્વારા સુધારો કરીને આ સરપ્લસ ખેતીની જમીન ઉદ્યાેગો તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઆેને મારફતે ઉદ્યાેગ ધંધાને ફાળવવા માટેની જોગવાઈ દાખલ કરવામાં આવી હતી.
આ જોગવાઈને લઈને વિપક્ષી દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું આવો સુધારો ખેડૂત અને ખેતની જમીન માટે કઠુરધાન પુરવાર થશે. રાજ્યપાલ દ્વારા આ બિલ પર કોઈપણ પ્રકારની ટિપ્પણી વગર રાષ્ટ્રપતિને પરામર્શ અર્થે મોકલી આપવામાં આવ્યું હતું.
આ કાયદાના કારણે ખેતીની જમીન ઉદ્યાેગોને ફાળવવામાં આવે તો રાજ્યના ખેત ઉત્પાદનને અવળી અસર થાય કે કેમ તેવા પ્રકારની પૂછપરછ રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવી હતી.
જેમાં બીજો સુધારો 2017માં મહેસુલ મંત્રાલય વતી તત્કાલિક મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિધાનસભા ગૃહમાં લાવવામાં આવ્યો હતો. આ સુધારા વિધેયકમાં કોઈ જમીન ઉદ્યાેગોને ફાળવવામાં આવે આવી ખેતીની જમીન આસપાસના વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવાની રહેશે.
આ સુધારામાં પણ વિપક્ષ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે, ખેતીની સાધ્ય જમીનો ઉદ્યાેગોને ફાળવીને ખેતી-ખેડૂતોને ખત્મ કરવાનો ભાજપનો કારસો ગણાવવામાં આવ્યો હતો આથી સમગ્ર સુધારા રાષ્ટ્રપતિના પરામર્શ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
આ સુધારા મોકલ્યા બાદ રાજ્ય સરકાર સમક્ષ ખેતીની જમીન અને ઉદ્યાેગને ફાળવવા મુદે સરકારની નીતિને લઈને રાષ્ટ્રપતિ ભવન દ્વારા કેટલાક ખુલાસાઆે માગવામાં આવ્યા હતા.
ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ 1960ની કલમ 29ની પેટા કલમોમાં સુધારા દાખલ કરવામાં આવ્યા છે જેમાં કલમ (29)(1) ખંડ (5)ની કોઈપણ જમીન ફાળવવામાં આવતા તે કિસ્સામાં આસપાસ વિસ્તારમાં ખેતીની જમીન ઉપલબ્ધ કરાવવી પડશે.
આ સુધારા ખરડો 2015માં પસાર કરવામાં આવ્યો હતો આ ખરડામાં રાષ્ટ્રપતિએ કેટલાક સુધારા સૂચવ્યા હતા જેને લઈને રાજ્ય સરકારે સુધારાઆે દાખલ કરીને વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યા હતા જેમાં કલમ 29ની પેટા કલમ (1)ના ખંડ (5)માં કોઈ જમીન, કોઈ શહેરી સ્થાનિક મંડળને ફાળવવામાં આવી હોય ત્યારે શહેરી સ્થાનિક મંડળે ઠરાવવામાં આવેલી શરતોને આધિન રહીને ફાળવવામાં આવશે.
આ જમીન કોઈ ખેડૂતની હશે તો અથવા ન હોય તો તેવા કિસ્સામાં પોતાને ફાળવવામાં આવેલી જમીન આસપાસના વિસ્તારમાં ઠેરવવામાં આવેલી શરતો બોજામુકત હોવી જોઈએ અને આવી જમીન રાજ્ય સરકાર નિહિત થશે તેમ જે-તે વખતે વિધાનસભા સુધારા વિધેયકમાં ઠેરવવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા સુધારાઆેને માન્ય રાખવામાં આવ્યા છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જવા પામી છે. આ બિલ અંગે હવે ટૂંક સમયમાં રાજ્યનું મહેસુલ મંત્રાલય વિધિવત નોટિફિકેશન જારી કરશે. આ ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.

Comments

comments

VOTING POLL