ખેત, તબિયત ઔર મકાન બજેટ: આવકવેરાનું માળખું યથાવત

February 1, 2018 at 3:04 pm


જીએસટીના અમલ બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારના પાંચમા અને અંતિમ બજેટ તરફ આખા દેશની નજર હતી પરંતુ આજે લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલા ૨૦૧૮–૧૯ના સામાન્ય બજેટમાં મિડલ કલાસ અને નોકરિયાત વર્ગને કોઈ ખાસ ફાયદો કરાવ્યો નથી. આવકવેરાનું માળખું યથાવત રાખ્યું છે પરંતુ માત્ર નોમિનલ ફેરફાર કર્યેા છે. રૂા.૨૫૦ કરોડના ટર્ન ઓવરવાળી કંપનીઓને ૨૫ ટકા કોર્પેારેટ ટેકસ આપવું પડશે. સ્ટાન્ડર્ડ ડિડકશન પધ્ધતિ પાછી લાવવામાં આવી છે અને પગારદાર વર્ગને મેડિકલ અને ટ્રાન્સપોર્ટ રિ–ઈન્બર્સમેન્ટ હેઠળ રૂા.૪૦ હજારનું સ્ટાન્ડર્ડ ડિડકશન મળશે. રૂા.૪ લાખ સુધી કમાનાર વર્ગને સ્ટાન્ડર્ડ ડિડકશનથી રૂા.૨૧૦૦નો ફાયદો મળશે. વરિ નાગરિકોને બેન્કમાં ડિપોઝીટ પર મળનારા વ્યાજ પર ટેકસ છૂટની સીમા રૂા.૧૦ હજારથી વધારી રૂા.૫૦ હજાર કરી દીધી છે. સૌથી અગત્યની બાબત એ છે કે, દેશના આરોગ્યની જાળવણી માટે દુનિયાની સૌથી મોટી અને પ્રભાવત હેલ્થ યોજના નાણામંત્રીએ જાહેર કરી છે જેમાં ૧૦ કરોડ પરિવારોને રૂા.૫ લાખ પ્રતિ વર્ષ સારવાર માટે રાષ્ટ્ર્રીય આરોગ્ય વીમા યોજના હેઠળ મળશે. અત્યાર સુધી ફકત ૩૦ હજાર રૂપિયા મળતા હતા. આરોગ્ય માટે ૧.૫ લાખ આરોગ્ય કેન્દ્રો ખોલવામાં આવશે. ૨૦૨૨ સુધી દરેકને ઘરનું ઘર આપવામાં આવશે. આમ, જેટલીએ આજે ‘ખેત તબિયત ઔર મકાન’ જેવું બજેટ રજૂ કર્યું હતું. આરોગ્ય, શિક્ષણ સેંસ એક ટકો વધારી છે.

મોબાઈલ ફોન પર કસ્ટમ ડયુટીને ૧૫ ટકાથી વધારી ૨૦ ટકા કરી છે. ટીવી સેટસના પાર્ટની ડયુટી પણ વધારી છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈમ ટેકસ ૧૦ ટકા કર્યેા છે અને શેરબજાર તેનાથી નિરાશ થયું હતું. મ્યુચ્યુઅલ ફંડની કમાણી પર ૧૦ ટકા ટેકસ લાગશે. આરોગ્ય અને શિક્ષાની સેસ એક ટકો વધારી છે અને હવે ત્રણના બદલે ચાર ટકા સેસ આપવી પડશે. રેલવે માટે સરકારે એક લાખ ૪૮ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. દેશના સમગ્ર રેલ નેટવર્કને બ્રોડગેજમાં તબદિલ કરવામાં આવશે. તમામ સરકારી પ્રમાણપત્રો હવે ઓનલાઈન મળશે. ટીવીના કેટલાક પાર્ટસ પર કસ્ટમ ડયુટીને વધારીને ૧૫ ટકા કરાઈ છે. રૂા.૧ લાખથી વધુના લોંગટર્મ કેપિટલ ગેઈમ પર ૧૦ ટકા ટેકસ આપવો પડશે. કૃષિ ઉત્પાદન તૈયાર કરનારી રૂા.૧૦૦ કરોડના ટર્નઓવર વાળી કંપનીઓને ટેકસમાં ૧૦૦ ટકાની છૂટ અપાઈ છે. ૯૯ ટકા લઘુ અને સીમાંત ઉધોગોએ ૨૫ ટકા ટેકસ જ આપવો પડશે. ગામડાંઓમાં ઈન્ટરનેટના વિકાસ માટે રૂા.૧૦ હજાર કરોડ ફાળવાયા છે. પાંચ લાખ જેટલા હોટસ્પોટ બનવાના છે.
નાણામંત્રીએ એમ જાહેર કયુ છે કે, નાણાકિય વર્ષ ૨૦૧૮–૧૯ માટે નાણાકીય ખાધ ૩.૩ ટકા રહેવાનું લય છે. ક્રિપ્ટો કરન્સીને ગેરકાયદે જાહેર કરવામાં આવી છે. સોના માટે ટૂંક સમયમાં જ નવી નીતિ જાહેર થશે. ટેકસ્ટાઈલ સેકટર માટે રૂા.૭,૧૪૮ કરોડની ફાળવણી, સરકારી કંપનીના શેરોને વેચીને સરકાર રૂા.૮૦ હજાર કરોડ પેદા કરશે. કુલ ૧૪ જેટલી સરકારી કંપનીઓ શેરબજારમાં આવશે. મુંબઈના રેલવે નેટવર્કને વિસ્તારવા માટે રૂા.૧૧ હજાર કરોડ ફાળવાયા છે. ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ માટે ૩૦,૩૭ કરોડની ફાળવણી થઈ છે. ૭૦ લાખ નવા રોજગાર દેવાનો સરકારે ટાર્ગેટ રાખ્યો છે. શિક્ષણના સુધારા માટે આગામી ચાર વર્ષમાં એક લાખ કરોડ રૂપિયા ખર્ચાશે. ગંગા સફાઈ માટે ૧૮૭ યોજનાઓને મંજૂરી અપાઈ છે. ચાલુ વર્ષે ૧.૭૫ કરોડ ઘરો સુધી વીજળી પહોંચાડવામાં આવશે. લગભગ તમામ પાક માટે સમર્થન મૂલ્યો આપવામાં આવશે. રાષ્ટ્ર્રપતિનો પગાર રૂા.૫ લાખ અને રાયપાલનો પગાર રૂા.૩.૫૦ લાખ વધારવામાં આવ્યો છે. સાંસદોના વેતન અને ભથ્થા માટે પાંચ વર્ષની સીસ્ટમ લાગુ થશે. બે સરકારી વીમા કંપનીઓ શેરબજારમાં આવશે. મુદ્રા યોજનાથી ૧૦.૩૮ કરોડ લોકોને ફાયદો થશે. અનુસૂચિત જાતિઓના વિકાસ માટે રૂા.૫૬,૬૧૯ કરોડ અને જનજાતિના વિકાસ માટે રૂા.૩૯,૧૩૫ કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે.

મહિલા કર્મચારીઓ માટે પીએફમાં કાપ ૮ ટકા રહેશે એટલે એમના હાથમાં વધુ સેલેરી આવશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ગરીબ પરિવારો માટે બે કરોડ નવા શૌચાલય બનશે. ટીબીના દર્દીઓના પોષણ માટે રૂા.૬ હજાર કરોડની ફાળવણી. ઓપરેશન ગ્રીન માટે રૂા.૫૦૦ કરોડની ફાળવણી થઈ છે. બટેટા, ટમેટા અને ડુંગળી માટે ઓપરેશન ગ્રીનની શરૂઆત થશે.

પ્રિ–નર્સરીથી ધો.૧૨ સુધીના શિક્ષણ માટે એક જ પોલિસી: જેટલી
આજે સામાન્ય બજેટમાં મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે બાળકોને સ્કૂલ સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે અને તેથી જ હવે પ્રિ–નર્સરીથી ધો.૧૨ સુધીના શિક્ષણ માટે એક જ પોલિસી લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલમાં બ્લેક બોર્ડની જગ્યાએ ડિઝિટલ બોર્ડ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યારે શિક્ષકોને તાલીમ આપવા માટે ડિઝિટલ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્રારા બાળકોને સ્કૂલ સુધી પહોંચાડવાનો લયાંક નક્કી કરવામાં આવ્યો છે અને આ ક્ષેત્રમાં સુધારા–વધારા કરવા માટે આગામી સમયમાં હજુ વધુ નિર્ણયો લેવાઈ શકે છે તેવું જેટલીએ જણાવ્યું હતું.

ખેડૂતને વધુ બળવાન બનાવાશે: દરેક પાક ઉપર ટેકાના દોઢ ગણા ભાવની જાહેરાત
નાણામંત્રી જેટલીએ સામાન્ય બજેટની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે અત્યાર સુધી અમુક પાક ઉપર જ ટેકાના ભાવ અપાતાં હતાં પરંતુ હવે આ સિલસિલો બદલાવતાં દરેક પાક ઉપર ટેકાના દોઢ ગણા ભાવ અપાશે. આ યોજના લાગુ કરવાથી ખેડૂત વધુ સશકત બનશે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતની આવક બે ગણી કરવાનો સરકારના લયાંક હેઠળ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. બજેટમાં ખેતી અને ગ્રામીણ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા ઉપર જોર આપવામાં આવ્યું છે.
દરમિયાન જેટલીએ જણાવ્યું કે બટેટા, ટમેટા, ડુંગળી માટે ‘ઓપરેશન ગ્રીન’ યોજના હાથ ધરવામાં આવશે અને આ માટે રૂા.૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત દેશમાં ૪૨ જેટલા મેગા ફડ પાર્ક બનાવવામાં આવશે. યારે માછલી ઉછેર અને પશુપાલન ઉછેર કરતાં લોકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. જેટલીએ વધુમાં ઉમેયુ કે ખેડૂતોને કૃષિ વિષયક ધીરાણ માટે ૧૧ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.

વધુ ૮ કરોડ મહિલાઓને મફત ગેસ કનેકશનની જાહેરાત: સૌભાગ્ય યોજના હેઠળ ૪ કરોડ પરિવારોને વિજળી અપાશે
નાણામંત્રી જેટલીએ બજેટ દરમિયાન જાહેરાત કરી હતી કે આગામી સમયમાં વધુ ૮ કરોડ મહિલાઓને મફત ગેસ કનેકશન આપવામાં આવશે. આ ઉપરાંત સૌભાગ્ય યોજના હેઠળ ૪ કરોડ પરિવારોને વીજળી આપવાનો સરકારનો લયાંક છે. આ માટે ૧૬૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. યારે ઉજવલા યોજના હેઠળ ગરીબોને એલપીજી સીલીન્ડર આપવાની જાહેરાત જેટલીએ કરી હતી.

૭૦ લાખ નવી નોકરીઓ ઉભી કરાશે
નવા કર્મચારીઓને ઈપીએફમાં ૧૨ ટકા સરકાર આપશેરોજગાર ઉભો કરવામાં સરકાર નિષ્ફળ નિવડી છે તેવા વિપક્ષના વારંવારના આરોપ સામે આજે જેટલીએ બજેટમાં જાહેરાત કરી હતી કે આગામી સમયમાં વિવિધ ક્ષેત્રમાં ૭૦ લાખથી વધુ નોકરીઓ ઉભી કરવામાં આવશે. સરકારના આ પગલાંથી યુવાવર્ગ વધુ બળવત્તર બનશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે નવા કર્મચારીઓને ઈપીએફમાં સરકાર ૧૨ ટકા અંશદાન આપશે. યારે વેપાર શરૂ કરવા માટે મુદ્રા યોજનામાં ૩ લાખ કરોડ વધારાના ફાળવવામાં આવશે. જેટલીએ કહ્યું કે રોજગારના અવસર વધુને વધુ ઉભા કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને આગામી સમયમાં આ દિશામાં વધુ કારગત પગલાં ઉઠાવવામાં આવશે.

એરપોર્ટની સંખ્યા પાંચ ગણી વધારાશે
નાણામંત્રી જેટલીએ જણાવ્યું કે આગામી સમયમાં દેશના એરપોર્ટની સંખ્યા પાંચ ગણી વધારવામાં આવશે. અત્યારે દેશના વિવિધ ૧૨૪ એરપોર્ટ ઉપરથી લાઈટ આવક–જાવક કરે છે. આગામી સમયમાં દેશમાં એરપોર્ટની સંખ્યા ૫૦૦ જેટલી કરવાની સરકારની યોજના છે. આ ઉપરાંત ‘ઉડાન’ (ઉડે દેશનો નાગરિક) યોજના હેઠળ પણ સરકાર દ્રારા વિવિધ શહેરોને સાંકળી લેવામાં આવ્યા છે અને ત્યારે સ્લીપર પહેરનારો વ્યકિત પણ હવાઈ યાત્રા કરી શકે છે.

રાષ્ટ્ર્રપતિ–ઉપરાષ્ટ્ર્રપતિને બજેટ ફળ્યું: પગારમાં તોતિંગ વધારો

રાયપાલનો પગાર ૩.૫૦ લાખ કરાયો: સાંસદોના ભથ્થા દર પાંચ વર્ષે વધારવાની જાહેરાત
આજનું સામાન્ય બજેટ સામાન્ય જનતા માટે ભલે મિશ્ર રહેવા પામ્યું હોય પરંતુ રાષ્ટ્ર્રપતિ અને ઉપરાષ્ટ્ર્રપતિને આ બજેટ ફળ્યું છે તેમ કહેવામાં શંકાને કોઈ સ્થાન નથી. આજે નાણામંત્રી જેટલીએ જાહેરાત કરતાં રાષ્ટ્ર્રપતિ, ઉપરાષ્ટ્ર્રપતિ, રાયપાલના પગારમાં વધારાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્ર્રપતિનો પગાર હવે ૫ લાખ, ઉપરાષ્ટ્ર્રપતિનો ૪ લાખ અને રાયપાલનો પગાર ૩.૫૦ લાખ રૂપિયા ચૂકવાશે. આ ઉપરાંત સાંસદોના ભથ્થા દર પાંચ વર્ષે વધારવામાં આવશે. આ વર્ષે ૧ એપ્રિલ–૨૦૧૮થી સાંસદોના ભથ્થા વધારાનો અમલ કરાશે. જે પાંચ–પાંચ વર્ષે વધતાં જશે.

બીટકોઈન ભારતમાં ગેરકાયદેસર
નાણામંત્રી જેટલીએ છેલ્લા ઘણા સમયથી જે ચલણે ભારતમાં ચચર્િ જગાવી છે તેવા આભાસી ચલણ બીટકોઈન મામલે મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે બીટકોઈન જેવી કોઈ પણ પ્રકારની ક્રિપ્ટો કરન્સી ભારતમાં માન્ય ગણાશે નહીં. જો આ પ્રકારના ચલણથી કોઈ પ્રકારની લેવડ-દેવડ કરવામાં આવશે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બીટકોઈન કરન્સીએ છેલ્લા ઘણા સમયથી ભારતમાં ચર્ચા જગાવી હતી અને આ પ્રકારના ચલણમાં રોકાણ કરીને અમિતાભ બચ્ચન સહિતના દિગ્ગજોએ જંગી નાણા ગુમાવી દીધા હતાં.

Comments

comments