ખોજાવાડમાં ઘોડીપાસા ખેલતા પાંચ શખ્સ પકડાયા

May 26, 2018 at 11:17 am


જામનગરના ખોજાવાડમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચને રોકડા તથા ઘોડીપાસા સાથે પકડી લીધા હતા.

જામનગરના ટીટોડી વાડી મેમણ એપાર્ટમેન્ટ ખાતે રહેતા સલીમ હસન દાલુ, ચુનાના ભઠ્ઠા પાસે રહેતા શબીર મરભાઇ રીગણીયા, ખોજાવાડમાં રહેતા કાસમ સલીમ જુણેજા, ખોજા ચકલામાં રહેતા મજીદ હસન દરજાદા અને ખોજાવાડના કાસીમ ઉસ્માન દરજાદાને ખોજાવાડ વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા રોકડા 11405 અને પાસા સાથે પકડી લીધા હતા.

સલાયામાં વેપારીઆેને અપાતી ધમકી

વેપારી વિસ્તારમાંથી ગત નગરપાલિકાની ચૂંટણીમાં ચોકકસ રાજકીય પક્ષના હારેલા ઉમેદવાર દ્વારા વેપારીની ઘેર જઇ ધમકી ભરી ભાષાનો પ્રયોગ કરી સાથે માથાભારે શખને રાખી નળ કનેકશન કાપવાની ધમકી આપવામાં આવે છે અને તેને મત ન આપવાનું વેર લેવા કોશીષ કરવામાં આવે છે, તો વેપારીભાઇઆેને જણાવવાનું કે આવા સમયે વેપારી મંડળના પ્રમુખનો રૂબરૂ અથવા ટેલીફોનીક સંપર્ક કરવો.

પ્રમુખ દ્વારા આ સમયે વેપારીભાઇને તમામ મદદ તથા કાનુની રક્ષણ આપવામાં આવશે, આ કાર્યકરની આવી ગેરકાનુની પ્રવૃતિની નગરપાલિકાના સતાવાળાઆે તથા ચીફ આેફીસરનું પણ ધ્યાન દોરવામાં આવશે.

Comments

comments

VOTING POLL