ખોડલધામમાં રાસ–ગરબા, ધૂન–કીર્તન સાથે પચાસ હજાર મંત્રના જાપ

April 9, 2019 at 11:50 am


રાયભરમાં હિંદુ ધર્મમાં પવિત્ર ગણાતી ચૈત્રી નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભકતોમાં દુર્ગાની આરાધના કરી રહ્યાં છે. માતાજીની વિશેષ પૂજા–અર્ચના કરીને ભકતો પૂણ્યનું ભાથું બાંધી રહ્યાં છે. ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ સુધી ચૈત્રી નવરાત્રીની વિવિધ મંદિરોમાં ભકિતભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે.
કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક એવા ખોડલધામ ખાતે ચૈત્રી નવરાત્રીના નવ દિવસ વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. ખોડલધામ કાગવડ ખાતે નવે નવ નોરતામાં મા ખોડલની વિશેષ રીતે ઉપાસના કરાઈ રહી છે. ખોડલધામ મંદિરે મહિલા સમિતિ દ્રારા નવરાત્રીમાં વિશિષ્ટ્ર કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે.
ખોડલધામ કાગવડના પ્રણેતા નરેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ખોડલધામ ખાતે ભકિતમય કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. ચૈત્રી નવરાત્રીના બીજા અને ત્રીજા નોરતે મહિલાઓ દ્રારા વિવિધ કાર્યક્રમો કરાયા હતાં. ખોડલધામ મંદિર પરિસરમાં રાસ–ગરબા, ધૂન–કિર્તન, રચનાત્મક રંગોળી અને ચૂંદડી અર્પણ કરવાના ભવ્ય કાર્યક્રમો ઉજવાયા.
મહિલાઓ ખોડલધામ ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા આવી હતી. રવિવારે પોરબંદર અને જામનગર જિલ્લા ઉપરાંત રાજકોટ અને ટંકારાથી મોટી સંખ્યામાં મહિલા ભકતોએ હાજરી આપી રાસ–ગરબા, ધૂન–કિર્તન, રંગોળી અને ચૂંદડી અર્પણ કરવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહિલોઓએ મંદિર પરિસરમાં દેશની સેનાને સમર્પિત રંગોળી તૈયાર કરી હતી વી સેલ્યુટ આર્મી થીમ પર મહિલાઓએ રચનાત્મક રંગોળી તૈયાર કરી હતી. આમ ચૈત્રી નવરાત્રી દરમિયાન ખોડલધામ ખાતે માતાજીની ભકિતની સાથે દેશભકિત પણ જોવા મળી હતી. ખોડલધામ ખાતે ભકતોનું ઘોડાપુર ઉમટી પડયું હતું. ત્રીજા નોરતે ઉપલેટા અને રાજકોટથી મોટા સંખ્યામાં મહિલાઓ ભાગ લેવા આવી હતી. ઉપલેટા અને રાજકોટથી આવેલી મહિલાઓએ ખોડલધામ ખાતે રાસ–ગરબા અને ધૂન કિર્તનની રમઝટ બોલાવી હતી સાથે જ મંદિર પરિસરમાં સરસ મજાની રંગોળી તૈયાર કરી હતી અને મા ખોડલને વિવિધ ચૂંદડી અર્પણ કરી હતી.
ચૈત્રી નવરાત્રીમાં માતાજીની ભકિતનું અનેં મહત્વ હોય છે ત્યારે ખોડલધામ ખાતે નવરાત્રીમાં દરરોજ મા ખોડલના પચાસ હજાર મંત્રના જાપ કરવામાં આવી રહ્યા છે. ખોડલધામમાં મહિલાઓ દ્રારા દરરોજ પચાસ હજાર મંત્રના જાપ કરાઈ રહ્યાં છે. મોટી સંખ્યામાં મહિલાઓ આ મત્રં જાપમાં બેસીને મા ખોડલની ઉપાસના કરી રહી છે

Comments

comments

VOTING POLL