ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણઃ 20મીએ 60 કિ.મી.ની પદયાત્રા યોજાશે

January 8, 2019 at 11:14 am


સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માટે રાજકોટ જિલ્લાના જેતપુર નજીક કાગવડ ખાતે ઐતિહાસિક ખોડલધામ મંદિરનું નિમાર્ર કરવામાં આવ્યું છે. હાલ લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરે જાહેર રજાઆે અને તહેવારો નિમિતે લાખોની સંખ્યામાં ભાવિકોમાં ખોડલના દર્શનાથ£ ઉમટી પડે છે ફરી લેઉવા પટેલ સમાજના આંગણે 21-1નો અનેરો અવસર આવી રહ્યાે છે અને એ નિમિતે ખોડલધામ વિદ્યાથ} સમિતિ (કેડીવીએસ)એ રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર લેઉવા પટેલ સમાજને એકતાંતણે બાંધવા માટે ખોડલધામ મંદિરનો વિચાર લેઉવા પટેલ સમાજના હૃદયસમ્રાટ નરેશભાઈ પટેલને આવ્યો હતો આ વિચારની શરૂઆત ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ વર્ષ 2010થી થઈ હતી ત્યારબાદ મંદિર માટે કાગવડ ખાતે જમીનની પસંદગી કરવામાં આવી હતી અને મંદિરનું બાંધકામ શરૂ થયું જયારે આ બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ પાવન ધરતી પર મંદિરની શિલાન્યાસ વિધિ, શિલાપૂજન, કૃષિમેળો, ખેલ મહોત્સવ, સમૂહ લગ્ન અને ત્યારબાદ 21-1-17ના રાજે ભવ્ય પંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા ઐતિહાસિક કાર્યક્રમો ઉજવાયા હતા. દર વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતે માની આરાધના સમાન પદયાત્રા યોજવામાં આવે છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના ભાઈઆે અને બહેનો જોડાઈ છે આગામી 20-1-19ના રોજ યોજાનાર પદયાત્રા દરમિયાન નવરાત્રીના પ્રસંગ નથી પરંતુ લેઉવા પયેલ સમાજના ઈતિહાસમાં કંડારાયેલ તા.21-1નો પ્રસંગ આવી રહ્યાે છે. વિશ્વમાં વસતા લેઉવા પટેલ સમાજ માટે મહત્વની તારીખ બની રહી છે તે નિમિતે ખોડલધામની યુવા પાંખ એટલે કે, ખોડલધામ વિદ્યાથ} સમિતિ (કેડીવીએસ) દ્વારા રાજકોટથી ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રામાં જોડાવા માટે અત્યારથી જ જ્ઞાતિજનો ભરપુર ઉત્સાહ સાથે પોતાના નામ નાેંધાવી રહ્યા છે.
પદયાત્રા તા.20 રવિવારના રોજ સવારે 7 વાગ્યે સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર ખાતેથી પ્રસ્થાન થઈ 21-1 સોમવારના રોજ વહેલી સવારે ખોડલધામ ખાતે પહાેંચશે. સમગ્ર પદયાત્રાનું આયોજન અને વ્યવસ્થા નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. પદયાત્રાને ધ્યાને લઈ સમગ્ર રુટ પર સ્વયં સેવકો સહિત ફુડ તેમજ મેડિકલ સહિતની વ્યવસ્થા ખોડલધામ વિદ્યાથ} સમિતિ દ્વારા કરવામાં આવી છે. આ આયોજનમાં ખોડલધામ મહિલા સમિતિનો પણ મહત્વનો સહકાર મળી રહ્યાે છે. સમાજના વધુમાં વધુ લોકો આ પદયાત્રામાં જોડાઈ તેવો અનુરોધ ખોડલધામ વિદ્યાથ} સમિતિ (કેડીવીએસ દ્વારા કરવામાં આવ્યો છે. આ પદયાત્રામાં જોડાવા માટે મો.74054 69239 પર આપનું નામ નાેંધાવવા સંપર્ક કરવો.

Comments

comments

VOTING POLL