ખોડીયારનગરમાં ઇંટોના ઘા કરી લાકડી ફટકાર્યાની રાવ

August 29, 2018 at 1:40 pm


જામનગરના ખોડીયારનગરમાં ઇંટોના ઘા કરી તેમજ લાકડી વડે મુંઢમાર માર્યાની ચાર સામે ફરીયાદ નાેંધાવવામાં આવી છે. જામનગરના ગોકુલનગરમાં આવેલ ખોડીયારનગરમાં રહેતા જશુબેન વિપુલભાઇ વાઘેલા (ઉ.વ.40) નામની મહિલાએ લાલો ખતુભાઇ બારીયા, ખતુભાઇ બારીયા, ખતુભાઇનો જમાઇ, નીતાબેન ખતુ (રે. બધા ખોડીયારનગર, રડાર ગેઇટની પાછળ) સામે જુદી જુદી કલમ મુજબ સીટી-સી માં બે દિવસ પહેલા ફરીયાદ કરી હતી. જેની વિગત મુજબ આરોપીઆે સામેના મકાનની વંડી ટપતા હોય ફરીયાદીની પુત્રીએ વંડી ટપવાની ના પાડી હતી જેથી આરોપીઆેએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ઇંટોના ઘા કરવા લાગેલ તેમજ લાકડી વડે સાહેદને શરીરે મુંઢમાર મારી તેમજ ઇંટોના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જામનગરમાં ફ્રºટના ધંધાથ} પર કરાતો હુમલો

જામનગરના સુમરાચાલી ખાતે રહેતા અને ફ્રºટનો ધંધો કરતા વસીમ ઉર્ફે શેરો બોદુભાઇ ખફી (ઉ.વ.25) ને મકરાણીના કબ્રસ્તાન પાસે આરોપીઆેએ તલવાર, પાઇપ, ધોકા અને મુંઠ વડે હુમલો કરીને ઇજા પહોચાડી જાહેરનામાનો ભંગ કરી એકબીજાને મદદગારી કરી હતી, આ બનાવ અંગે વસીમભાઇએ સીટી-એ માં આસીફ કુરેશી, ઇમ્તીયાઝ કુરેશી તથા બે અજાÎયા શખ્સોની વિરુધ્ધ આઇપીસી કલમ 323, 324, 504, 114, જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નાેંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL