ગંગાનું પાણી ઝેરીલું બનતાં લાખો માછલીઆેના મોત

May 14, 2018 at 6:52 pm


ગંગામાં ઝેરીલા પાણીએ લાખો માછલીઆેના જીવ હણી લીધા છે. નદીની ચારે બાજુ મરેલી માછલીઆેના ઢગલા થઈ ગયા છે. અનેક શ્રદ્ધાળુઆેને આ ભયાનક દ્રશ્ય વચ્ચે જ સ્નાન કરવું પડયું હતું.કન્નાેજના મેંહદીઘાટ તટ પર ગંગાનું પાણી સંપૂર્ણ રીતે કાળું થઈ ગયું છે. પાણીના વહેણમાં મરેલી માછલીઆે વહીને કિનારે આવી રહી છે. જોતજોતામાં માછલીઆેના મૃતદેહનો ઢગલો થઈ ગયો હતો.મૃતક માછલીઆેમાં મોટી સંખ્યામાં મોટી અને વજન ધરાવતી માછલી પણ હતી. આ દૃશ્ય જોઈ શ્રદ્ધાળુઆે અને મંદિરના પુજારીઆેએ નારાજગી વ્યક્ત કરી હતી. પુજારીઆેના જણાવ્યા મુજબ હરદોઈ અને શાહજહાંપુર સ્થિત ફેક્ટરીઆેનું કેમિકલ ઝેર બનીને ગંગામાં આવે છે તેના કારણે પાણી દૂષિત થઈ રહ્યું છે. આરોપ લગાવાયો કે હરદોઈમાં કુંડા નજીક ફેક્ટરીઆેનું પાણી ગરાર્ નદીમાં આવે છે અને ત્યાંથી ગંગામાં મળી જાય છે. અનેક વખત તેની સામે અવાજ ઉઠાવવા છતાં કોઈ કાર્યવાહી થઈ રહી નથી.

Comments

comments

VOTING POLL