ગંગા નદીની સલામતી સશસ્ત્ર દળોને સાેંપવા વિચારણા

September 6, 2018 at 10:39 am


ગંગા નદીનાં નીરનું જતન કરવા માટેના મુસદ્દા ખરડામાં સૂચન કર્યું છે કે હથિયારધારી દળોને વિશેષ સત્તા આપીને ગંગામાં ગંદકી ઠાલવતા અને નદીને પ્રદૂષિત કરનારાઆેને ધરપકડ કરીને કેદની સજા તેમ જ દંડ ફટકારવાનું જણાવવામાં આવ્યું છે. વ્યવસાયિક માછીમારીથી માંડીને ગેરકાયદે બાંધકામ કરવું વગેરે બાબતો માટે અપરાધો મુજબ સજા થશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
વિવિધ મંત્રાલયોમાં આ મુસદ્ા ખરડાનું વિતરણ કરાયું છે. તેમાં ગંગાના નીરનાં જતન અર્થે નેશનલ ગંગા કાઉિન્સલ અને રાષ્ટ્રીય ગંગા જિર્ણોદ્ધાર સંસ્થા ઘડવાનું જણાવવામાં આવ્યું છે, એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું છે.
આ અધિકારીએ ઉમેર્યું હતું કે સશસ્ત્ર ગંગા રક્ષણ કોરપ્સ (જીપીસી)ના કર્મચારીઆે ખળખળ વહેતી ભાગીરથીનાં જળને રુંધતા તેમ જ નદીને હાનિ પહાેંચાડતા કરતૂતો કરતી વ્યિક્ત કે વ્યિક્તઆેની ધરપકડ કરવાની મંજૂરી આપે છે. 2500 કીલોમીટર લાંબી જીવનપોષક ગંગાનું જતન કરવા તેમ જ તેમાં ઠલવાતા પ્રદૂષણ માટે જવાબદારોને સજા કરવા વાતાવરણ સંબંધિત વર્તમાન કાયદાકાનૂન અને નિયમો પૂરતા નથી જ. આૈદ્યાેગિક કરતૂતો પૌરાણિક નદીમાતાને અને તેની ઉપનદીઆેનાં વહેણ આડે અંતરાય નાખે છે.

Comments

comments

VOTING POLL