ગંગે ચ..યમુને ચ..ગોદાવરી..

October 8, 2018 at 3:29 pm


કહેવાય છે કે, સ્નાન કરતી વખતે ગંગા, યમુના, ગોદાવરી , નર્મદા, સિંધુ અને કાવેરી જેવી પવિત્ર નદીઆેના નામનું સ્મરણ કરો તો તે નદીમાં સ્નાન કયા¯નું પુÎય મળે છે. તસવીરમાં તેલના ડબ્બામાં ઉભો રહીને મોજથી સ્નાન કરી રહેલા આ બાળકને મન આ પાણી જ સૌથી પવિત્ર હશે અને એટલે જ તેના ચહેરા ઉપર હાસ્ય જોવા મળે છે. રાજકોટના જામનગર રોડ પર સાંઢિયા પુલ પાસેના સ્લમ વિસ્તારમાં રહેતા આ બાળક માટે પેટ્રાેલ-ડીઝલ-રુપિયો-ટેસ્ટ મેચ-સિંહના મોત અને મોદી-રાહુલ જેવા કોઈ મુદ્દા મહત્વના નથી તેને તો બસ, સવારે ઉઠીને આવું ડબ્બા સ્નાન કરવું અને દોસ્તારો સાથે ધૂળમાં રમવું એ જ દુનિયા છે.

Comments

comments

VOTING POLL