ગંદકીથી ખદબદતું રાજકોટઃ ડેંગ્યુના 200થી વધુ કેસ

September 14, 2018 at 3:30 pm


રાજકોટ શહેર ગંદકીથી ખદબદી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરનો બેફામ ઉપદ્રવ જોવા મળી રહ્યાે છે. મહાપાલિકાની આરોગ્ય શાખાના રેકોર્ડ ઉપર તો હજુ પણ રોગચાળાના આંકડા આેછા દેખાડવાનો ખેલ ખેલાઈ રહ્યાે છે. બીજી બાજુ ખાનગી તબીબી વતુર્ળો જણાવી રહ્યા છે કે શહેરના પ્રત્યેક દવાખાનાઆેમાં ડેંગ્યુના દરરોજ એકથી બે કેસ આવવા લાગ્યા છે. હાલ શહેરમાં સૌથી વધુ રોગચાળો ડેંગ્યુનો છે અને બીજા ક્રમે મેલેરિયા છે. એકંદરે ઘરે-ઘરે માંદગીના ખાટલા અને દવાખાનાઆેમાં દદ}આેની કતારો જોવા મળી રહી છે.

મહાપાલિકા તંત્ર તાકિદે જાગે અને સમગ્ર શહેરમાં સઘન સફાઈ ઝુંબેશ, દવા છંટકાવ, ફોગિંગ તેમજ મનપાના આરોગ્ય કેન્દ્રાેમાં દદ}આેને નિદાન અને સારવાર આપવાની સેવા શરૂ થાય તેવી પ્રબળ લોકમાગણી ઉઠવા પામી છે. મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રાેમાં તબીબો સહિતનો સ્ટાફ સમયસર આવતો નહી હોવાના કારણે લોકોને નાછૂટકે પૈસા ચૂકવીને ખાનગી દવાખાનાઆેમાં દવા લેવા જવું પડતું હોવાની પણ બૂમ ઉઠી રહી છે. આરોગ્ય કેન્દ્રાેમાં પણ સઘન સફાઈ કરાય અને સ્ટાફ નિયમિત હાજર રહે તે માટેની જરૂરી કાર્યવાહી કરાય તે આવશ્યક છે.

વધુમાં આ અંગે મહાપાલિકાના વિપક્ષી ઉપનેતા અને વોર્ડ નં.10ના કાેંગ્રેસી કોર્પોરેટર મનસુખભાઈ કાલરિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે કમળો, મેલેરિયા, ડેંગ્યુ, સ્વાઈન ફ્લૂ જેવા રોગોએ શહેરને ભરડામાં લીધું છે. આરોગ્ય તંત્રની બેદરકારી તો છે જ આવા વખતે પણ મનપાનું સફાઈ તંત્ર પણ ઘોર નિદ્રામાં છે. વોર્ડ નં.10 સહિત શહેરના અનેક વિસ્તારોમાં સફાઈ નિયમિત થતી ન હોવાની ઢગલાબંધ ફરિયાદોને સફાઈ તંત્ર ગંભીરતાથી લેતું નથી. વોર્ડ નં.10ના સત્યસાંઈ રોડ, વૃંદાવન મેઈન રોડ, પુષ્કરધામ રોડ, રામપાર્ક-શિક્તનગર સોસાયટી, બાલમુકુંદ પ્લોટ, આફ્રિકા કોલોની જેવા અનેક વિસ્તારોમાં ઠેર ઠેર કચરો-ગંદકીના ઢગલા જોવા મળે છે. સ્થાનિકોની ફરિયાદો તથા કોર્પોરેટરની વારંવારની રજૂઆતો છતાં સફાઈ નિયમિત થતી નથી. આવા વિસ્તારોમાં સફાઈ કરાવી, મેલેથીઆેન પાઉડરનો છંટકાવ કરાવવા તથા ઘરે-ઘરે ફોગિંગ કરાવવાની માગ ઉઠી હોય તાકિદે કાર્યવાહી કરવા કાેંગી કોર્પોરેટર મનસુખભાઈ કાલરિયાએ અધિકારીઆેને ઉગ્ર રજૂઆત કરી છે.

જ્યારે પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં.3ના કાેંગ્રેસી કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, શહેરના વોર્ડ નં.3માં સંતોષીનગર, પોપટપરા, રૂખડિયાપરા સહિતના વિસ્તારો તેમજ ખુલ્લા પ્લોટો તેમજ મનપાના સાર્વજનિક પ્લોટમાં તેમજ વિસ્તારમાંથી પસાર થતાં વાેંકળાઆેમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાઆે જોવા મળે છે. અનેક ફરિયાદો છતાં મનપાનું સફાઈ તંત્ર ક્યારેક વીવીઆઈપીઆેની સેવામાં વ્યસ્ત હોય તો ક્યાંક મેળાઆેમાં મસ્ત બન્યું છે. શહેરમાં રોગચાળો દિવસે દિવસે વધતો જાય છે પરંતુ તંત્ર સફાઈ બાબતે ભયંકર લાપરવાહી દાખવી રહ્યું છે અને લોકોના જાનને જોખમમાં મુકી રહ્યું છે. શહેરની મોટી હોટેલો તેમજ ખાનગી ધંધાવાળાઆે પોતાના ધંધાના સ્થળે નીકળતો કચરો નજીકના વાેંકળાઆેમાં, સાર્વજનિક પ્લોટોમાં કે આજી નદીના અવાવરું રોડ-રસ્તા ઉપર ફેંકી જતાં હોય છે. શડેરના વોર્ડ નં.3માં આવેલ પોપટપરા જેલની પાછળના રોડ ઉપર જૂની માઉન્ટેન પોલીસલાઈન નજીક મામાસાહેબની જગ્યા પાસે પોપટપરા જેલમાંથી નીકળતો અેંઠવાડ સહિતનો બધો જ કચરો ટ્રેક્ટરો ભરી આ જાહેર રોડના નિકારે ઠલવવામાં આવે છે જેમાંથી ભયંકર દૂગ¯ધ આવે છે. રાહદારીઆેને તેમજ આજુબાજુમાં વસવાટ કરતાં લોકોનું જનઆરોગ્ય જોખમાય છે ત્યારે મનપાના તંત્રને આ બાબતે રજૂઆત કરવા છતાં જેલ સત્તાવાળાઆે સામે કોઈ જ કાર્યવાહી કરી શકતું નથી ત્યારે તાત્કાલિક ધોરણે આ પ્રકારના લોકોના જનઆરોગ્યને જોખમાતા કાર્યને તાત્કાલિક રોકી પગલાઆે ભરવામાં આવે તેમજ વોર્ડ નં.3ના પછાત વિસ્તારોમાંથી તાત્કાલિક ધોરણે કચરાના ઢગલાઆે ઉપાડી વાેંકળાઆેની પણ સફાઈ કરવામાં આવે તેવી કમિશનર સમક્ષ માગણી કરી છે.

Comments

comments

VOTING POLL