ગડકરીના બોલ બચ્ચન

October 12, 2018 at 12:07 pm


મોદી સરકારમાં અનેક મહત્વના ખાતાઆે ધરાવી રહેલા નીતિન ગડકરીએ હમણાં હમણાં કરેલા શબ્દ પ્રયોગથી વિપક્ષને બળ મળ્યું છે અને ભાજપની નેતાગીરી મૂંઝવણમાં મુકાઈ છે. નખશીખ સંઘ કાર્યકર નીતિન ગડકરીહમણા થોડા સમયથી તેઆે અચાનક જ ઘણી મુલાકાતો આપવા માંડéા છે અને એમાં ઘણું બોલવા માંડéા છે. આમાં તેમણે તનુશ્રી દત્તા દ્વારા કરવામાં આવેલા જાતીય આરોપોનો સામનો કરી રહેલા નાના પાટેકરને આપેલી મુલાકાતમાં બફાટ કરી નાખ્યો. તેમણે એવી વાત કરી નાખી કે મોદીમાં શ્રદ્ધા ધરાવનારાઆેનું તો દિલ જ તૂટી જાય. નાનાને આપેલી મુલાકાતમાં તેમને દરેકના બેંક ખાતામાં રુ.15 લાખ જમા કરાવવામાં આવશે એવા નરેન્દ્ર મોદીએ આપેલાં વચન અંગે પૂછવામાં આવતા ગડકરીએ કહ્યું હતું કે, અમને એવો વિશ્વાસ હતો કે અમે સત્તા પર નહી આવીએ તેથી અમને મોટાં વચનો આપવાની સલાહ આપવામાં આવી હતી. ગડકરીનું આ જવાબ આઘાત પહાેંચાડે તેવો છે..તેઆે આટલેથી અટક્યા નહી અને તેમણે વધુ એક બોમ્બ ફોડી નાખ્યો. તેમણે કહ્યું કે, હવે જ્યારે લોકો અમને અમે આપેલાં વચનો વિશે પૂછે છે ત્યારે અમે હસીને આગળ વધીએ છીએ.

ભાજપના વરિષ્ઠ નેતાઆેમાંના એક અને મોદી સરકારના મહત્વના પ્રધાનોમાંના એક ગડકરી જ્યારે આવું વિધાન કરે ત્યારે એમ થાય કે શું તેઆે મજાક કરે છે કે જનતાની ભાજપ-નિષ્ઠાની મજાક કરે છેં જો તેઆે મજાક ન કરતા હોય તો શું હવે ભાજપ દ્વારા કરાતાં દરેક નિવેદનની ખરેખર કિંમત શુંં ભૂતકાળના-વર્તમાનના અને ભવિષ્યના મોદી અને ભાજપના તમામ વિધાન-વચનની ખરાઇ સામે જ શંકા થાય. હા, ચોક્કસ એવું બની શકે કે આ (રુ.15 લાખના) વચન માટે જ ગડકરી બોલતા હોય. જો એવું હોય તો સારું…પણ ભાજપ અને મોદીએ ચૂંટણી વખતે કરેલાં તમામ વચનોને આ બાબત લાગુ પડતી હોય તો પછી ભારતીયોના નસીબ.

ગડકરી એ વાત ન ભૂલી જાય કે 2014માં જનતાએ ભાજપને નહી પણ મોદીને વોટ આપ્યો હતો. મોદીને નામ ભાજપનાં પથરાં ચૂંટણીમાં તરી ગયાં હતાં. મોદીએ સત્તારુઢ થયા પછી એકધારું જનતાની ભલાઇ માટે કામ કર્યું છે એમાં કોઇ શક નથી. કદાચ એવું હોય કે ચૂંટણી જીતવા માટે એકાદું ઠાલું વચન આપી પણ દીધું હોય પરંતુ એનો અર્થ એવો નથી કે બધાં વચનો જ સાવ ખોટાં હોય. આમાં તો માત્ર પક્ષ જ નહી પણ ખુદ મોદી પણ મુશ્કેલીમાં મુકાઇ જાય એમ છે. દરેક રાજકીય પક્ષ ચૂંટણી ટિકિટ આપવા માટે આ જ માપદંડ રાખે છે એ સર્વવિદિત છે પણ કોઇ એ વિષે જાહેરમાં બોલતું નથી. ખાસ કરીને ભાજપ જેવો પક્ષ જેણે હટકે રાજકારણ કરવાના મુદ્દા પર જ ચૂંટણી લડી અને જીતી એના વરિષ્ઠ નેતા જ વટાણા વેરી નાખતા હોય તો ભાજપની શું આબરુ રહી જાય.

એ વાત જુદી છે કે ગડકરીએ આમ કરવા માટે રજૂ કરેલી દલીલ સો ટકા સાચી છે. તેમણે એમ કહ્યું કે, અમે ડોક્ટરો, ઇજનરો સહિતના વ્યાવસાયિકો પાસે જઇએ છીએ અને તેમને ટિકિટ આૅફર કરીએ છીએ પણ તેઆે ચૂંટણી લડવાની ના પાડી દે છે. આવી પરિસ્થિતિમાં અમે શું કરીએં અમારી પાસે પછી એક જ વિકલ્પ રહે છે. ગડકરીના નિવેદનને લીધે ભાજપ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં મુકાઇ ગયો છે અને કાેંગ્રેસને ફરી એક વાર ભાજપ પર નિશાન તાકવાની તક મળી ગઇ છે.

Comments

comments