ગડુ ગામે જુગાર રમતા છ શખસો ઝડપાયા

October 12, 2018 at 12:06 pm


Spread the love

ચોરવાડ નજીક આવેલ ગડુ ગામે જાહેરમાં જુગાર રમતા રામુભાઇ ઉકાભાઇ રાઠોડ ઉ.વ.20, ચંદ્રેશ હરીભાઇ પાઠક ઉ.વ.34, જગદીશ બાબુભાઇ સોલંકી ઉ.વ.30, પ્રવિણભાઇ બાબુભાઇ કરગઠીયા ઉ.વ.38, રામભાઇ ભીખાભાઇ મોકરીયા ઉ.વ.35, હરસુખ ભગવાનભાઇ વાÛેલા ઉ.વ.38 ને રોકડા રુા.5020 ની સાથે હે.કો. ટી.એસ.કરમટાએ ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.
પ્રભાસ પાટણમાં વરલીના આંકડા લેતાં શખસ ઝબ્બે
પ્રભાસ પાટણમાં મચ્છી માર્કેટ વિસ્તારમાં ગઇ કાલે બપોરના સમયે વરલી મટકાના આંકડા લેતો ચોગાન ચોકમાં રહેતો જાવીદ અલી મન્સુરી ને એક મોબાઇલ તથા રોકડા રુા.740 ની સાથે એ.એસ.આઇ. એમ.એસ.ગૌસ્વામી એ ઝડપી લીઘેલ છે.
દરિયામાં પડી જતાં ખલાસીનું મોત
મુળ આંઘ્રપ્રદેશના અને હાલ વેરાવળમાં ફીશીગ બોટમાં ખલાસી તરીકે કામ કરતા રામલુ ચુના પંી ઉ.વ.63 અકસ્માતે દરીયાના પાણીમાં પડી જતા તેમનું મૃત્યુ નીપજતા તેમના મૃતદેહને પી.એમ. માટે વેરાવળ સીવીલ હોસ્પીટલમાં ખસેડેલ છે. આ બનાવની વઘુ તપાસ પોલીસે હાથ ઘરેલ છે.