ગઢશીશામાં ગાૈચરની જમીન પર પવનચક્કી ઉભી કરાતા રોષ

August 19, 2018 at 10:22 pm


ગ્રામ પંચાયતની પણ મંજુરી ન લેવાઈ હોવાની ઉઠતી ફરિયાદ

ગઢશીશા ગામની સીમમાં ગાૈચર જીમન ઉપર પવનચક્કીઆેનું કામ ચાલું થતા માલધારીઆે તેમજ ગ્રામજનાે અને ગાૈપ્રેમીઆે દ્વારા આ આડેધળ પવનચક્કીઆે ઉભી કરવામાં આવી રહી છે. જે બંધ કરવા આક્રાેશ સાથે હોબાળો મચ્યો હતાે. આ બારામાં પંચાયતની કોઈપણ જાતની મંજુરી કે ઠરાવ મળેલ નથી. તેમજ તે બારામાં તલાટીને પુછતા તલાટીએ પણ જણાવેલ કે અમને કોઈ પણ જાતની જણાવેલ નથી. અમે કોઈ પણ પંચાયતે ઠરાવ કરેલ નથી જેથી અમોને આ વિષે માહિતી પણ નથી.

ગઢશીશા વિસ્તારની જમીન ખેતીલાયક હોવાથી અને પશુપાલન ઉપર નિર્ભર કરતાે વિસ્તાર છે. અન્ય કોઈ પણ રોજીરોટી માટે આ વિસ્તારમાં વિકલ્પ નથી. જેથી જો આ પવનચક્કીઆે ગાૈચર સીમમાં બેસાડવામાં આવશે તાે પશુધન તેમજ ખેત મજુરોની રોજીરોટી છીનવાઈ જશે. તેમજ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગાૈચર હોવા છતાં પંચાયતના હાથમાં થોડી પણ ગાૈચર બચી નથી. જે થોડી ગણી બચી છે તેમાં ઉપર આ પવનચક્કીઆે બેસાડીને પશુપાલકો ઉપર અન્યાય થઈ રહ્યું છે. આ માટે ગઢશીશા ગ્રામ પંચાયત જ્યાં સુધી સદસ્યો સાથે મળીને કોઈ પણ ઠરાવ કે મંજુરી આપે નહીં ત્યાં સુધી આ કામ સંપુર્ણ પણે થવું ન જોઈએ તેમજ ટાવર પેકિંગ જમીનમા જ પવનચક્કીઆે ઉભી કરવામાં આવે ગાૈચરનાે દબાણ ખુલ્લાે કરવામાં આવે તેવું ગ્રામજનાે તેમજ માલધારી સંગઠને માગણી કરી છે.

Comments

comments