ગઢશીશામાં પરિણીતાની છેડતી મુદ્દે ફરિયાદ

September 9, 2018 at 9:31 pm


છેડતી કરનાર સામે જુદી-જુદી કલમોતળે ગુનાે દાખલ

માંડવી તાલુકાના ગઢશીશા ખાતે પરિણીતાની છેડતી મુદ્દે ફરિયાદ નાેંધાવાઈ છે. આ બનાવમાં આરોપીને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગઢશીશા પાેલીસ મથકેથી મળતી માહિતી મુજબ વિજય કાંતિલાલ આઠુ નામનાે શખ્સ છેલ્લા ઘણા સમયથી પરિણીતાની છેડતી કરતાે હતાે. જે પણ જગ્યાએ આ પરિણીત યુવતી જાય તેની પાછળ જઈને બિભત્સ માંગણી કરતાે હતાે. એટલું જ નહિં ફોન પર પણ આવી માંગણી કરવામાં આવી હતી. અંતે તેણે તેના પતિને વાત કરતા આ કિસ્સામાં ગઢશીશા પાેલીસ મથકે વિજય આતુ સામે ફરીયાદ નાેંધાવાઈ છે. આ પાેલીસે આ બનાવમાં જુદી જુદી કલમો તળે ગુનાે દાખલ કયોૅ છે. અને વધુ તપાસ હાથ ધરી છે. આવી અવાર-નવાર બનાવ બને છે ત્યારે ગામમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પાેલીસ આગળ આવે તે ઈચ્છનીય છે.

Comments

comments

VOTING POLL