ગરીબ એરઈન્ડિયા સરકાર પાસે 1146 કરોડ માગે છે

October 1, 2018 at 11:29 am


આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલી ઍર ઈન્ડિયાએ વીવીઆઈપીઆેના ચાર્ટર વિમાનપ્રવાસ પેટે સરકાર પાસેથી રુ.1146.86 કરોડ લેવાના બાકી નીકળતા હોવાનું માહિતી અધિકાર હેઠળ કરવામાં આવેલી અરજીનો જવાબ આપતા ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું.
અરજકતાર્ લોકોશ બત્રા (નિવૃત્ત)ની અરજીના જવાબમાં ઍર ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ તેમણે સંરક્ષણ ખાતા પાસેથી રુ. 211.17 કરોડ, કેબિનેટ સેક્રેટરિયેટ અને વડા પ્રધાનના કાર્યાલય પાસેથી રુ. 543.18 કરોડ અને વિદેશ ખાતા પાસેથી રુ. 392.33 કરોડ લેવાના બાકી નીકળે છે.
અગાઉ આ વર્ષના માર્ચ મહિનામાં ઍરલાઈન્સે આપેલા જવાબમાં 31 જાન્યુઆરી સુધીમાં બાકી નીકળતી લેણાંની રકમનો આંક રુ. 325 કરોડ દશાર્વવામાં આવ્યો હતો જે હવે વધીને રુ. 1146.86 કરોડ થઈ ગયો હોવાનું દશાર્વવામાં આવ્યું છે.
સરકાર દ્વારા ઍર ઈન્ડિયાને આપવાની બાકી નીકળતી રકમનો મુદ્દાે કોમ્પટ્રાેલર ઍન્ડ આૅડિટર જનરલ (કેગ)એ વર્ષ 2016ના તેના અહેવાલમાં ઉપાડી લીધો હતો.
લેણાંની બાકી નીકળતી રકમનો મોટો આંક જોતા સરકાર અને ઍર ઈન્ડિયા બંનેએ વહેલામાં વહેલી તકે આ રકમનો હિસાબ કરી લેવાની જરુર હોવાનું તેમણે કહ્યું હતું.
અમુક બિલ તો વર્ષ 2006થી ચુકવવાના બાકી છે, પરંતુ કેગના અહેવાલ છતાં સરકાર પર તેની કોઈ અસર ન થઈ હોવાનું જણાઈ રહ્યું છે અને સરકાર હજુ પણ એ રકમની ચુકવણી કરવામાં ઠાગાઠૈયા કરી રહી છે.

Comments

comments

VOTING POLL