ગરીબ મહિલાને મફતમાં ગેસ કનેકશન, માટીના ચુલા બનશે ઈતિહાસ

February 1, 2018 at 3:30 pm


નાણાપ્રધાન અરુણ જેટલીએ તેમના અંતિમ બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે મહત્વની જાહેરાતો કરી છે અને જણાવ્યું છે કે ઉજ્જવલા યોજના અંતર્ગત પાંચ કરોડ ગરીબ મહિલાઓને વિનામુલ્ય ગેસ કનેકશન આપવાનો લક્ષ્યાંક નિર્ધિરિત કરાયો હતો પરંતુ યોજનાની સફળતાને ધ્યાનમાં લઈ લક્ષ્યાંક વધારીને આઠ કરોડ કરાયો છે. હવે આઠ કરોડ ગરીબ મહિલાઓને વિનામૂલ્ય ગેસ કનેકશન આપવામાં આવશે.
નાણાપ્રધાને તેમની બજેટ રજૂઆતમાં સૌભાગ્ય યોજનાની પણ જાહેરાત કરી છે. આ યોજનામાં ચાર કરોડ પરિવારનો વીજળી પહોંચાડવામાં આવશે અને તેના માટે રૂ. 16 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. સરકાર 2022 સુધીમાં દરેક ગરીબને ઘર પૂરા પાડશે. આ માટે 37 લાખ મકાન બનાવવામાં આવનાર છે.
નાણાપ્રધાનના બજેટમાં બે કરોડ સંડાસ બનાવવાની પણ ઘોષણા કરાઈ છે. ગામડા અને કૃષિને લગતી જાહેરાતને આગળ ધપાવતાં નાણાપ્રધાન જેટલીએ કહ્યું હતું કે કૃષિ નિકાસ વધારીને 100 અબજ ડોલર સુધી કરાશે.

Comments

comments