ગાંધવી નજીક બોકસાઇટની ખાણમાં યુવતિ ઉપર બળાત્કાર

April 25, 2019 at 2:19 pm


પોરબંદરના ગાંધવી ગામ નજીક બોકસાઇટની ખાણમાં યુવતિ ઉપર તેના પિતરાઇ ભાઇએ બળાત્કાર કર્યેા હતો. એટલું જ નહીં પરંતુ ત્યારબાદ ઘરે આવીને પણ અવાર–નવાર બળાત્કાર ગુજારી બહેનને ગર્ભવતી બનાવી દેવાઇ હોવાનો ચોંકાવનારો બનાવ પોલીસ ચોપડે ચડયો છે.
એક યુવતિએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગાંધવી ગામે રહેતો તેનો પિતરાઇ ભાઇ નાગા કારા વાઘેલા સાત મહીના પહેલા આ યુવતિના માતા–પિતાને જાણ કરી ગાંધવી ગામે છોકરો બતાવવા પોતાના બાઇકમાં લઇ ગયો હતો અને ત્યારબાદ પરત ફરતા ગામ નજીક આવેલી બોકસાઇટની ખાણમાં આ યુવતિ ઉપર બળજબરી પૂર્વક બળાત્કાર કર્યેા હતો અને ત્ારબાદ ઘરે આવીને પણ અવાર–નવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હોવાનો સાત મહીના પહેલાનો બનાવ હવે નોંધાયો છે જેમાં ‘જો આ વાત કોઇને કહીશ તો તને અને તારા ભાઇને મારી નાખીશ’ તે પ્રકારની ધમકી પણ આપીહોવાનું ફરિયાદમાં જણાવાયું છે

Comments

comments