ગાંધીગ્રામ અને રેવન્યુ સોસાયટીમાં નળજોડાણ કટઃ બાકીદારોની ચાર મિલકતો સીલ

February 14, 2019 at 3:41 pm


રાજકોટ મહાપાલિકાની વોટર વર્કસ મેનેજમેન્ટ બ્રાન્ચ દ્વારા આજે વોર્ડ નં.1માં ગાંધીગ્રામ વિસ્તાર નજીકના ગૌતમનગર શેરી નં.5 અને 7માં ચેકિંગ કરતાં મુકેશ જોષી, મનિષ વાઘાણી, સાધુરામ નાગદેવ સહિતના આસામીઆે ઈલેિક્ટ્રક મોટર વડે ડાયરેક્ટ પમ્પીગ કરતાં ઝડપાયા હતા. જ્યારે અન્ય બે જેમાં વાસુભાઈ ભરવાડ અને નઝરમીયા બુખારીને ત્યાંથી ભૂતિયા નળજોડાણો મળી આવતાં તાત્કાલિક અસરથી કટ કરી નાખવામાં આવ્યા હતા તેમજ ઈજનેરોએ જાહેર કર્યું હતું.

જ્યારે ટેક્સ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે વોર્ડ નં.7ની રેવન્યુ સોસાયટીમાં ત્રણ મકાનના બાકી માગણા સામે નળ કનેક્શન કટ કરી નાખવામાં આવ્યા હતા તેમજ અન્ય ચાર મિલકતો સીલ કરી નાખવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL