ગાંધીજીની 150મી જન્મજયંતિએ કેદીઓને ત્રેવડો લાભ: વધુ કેદીની જેલમુક્તિ કરાશે

September 12, 2018 at 11:10 am


ગુજરાતની જેલોમાં કેદી સુધારણા અને મુિક્તનો પવન ફૂંકાઈ રહ્યાે છે. અનેક કેદીઆે અને તેમના પરિવારજનો હરખ અનુભવે તેવી વાત કેદીઆેની મુિક્તની છે. રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરુપે વર્ષ 2018-19 દરમિયાન કુલ ત્રણ વખત નિિશ્ચત નિયમો અંતર્ગત સજાનો ખાસ્તો સમય વિતાવી ચૂકેલા કેદીઆેની જેલમુિક્ત થશે. પ્રથમ તબક્કામાં ગત તા. 15 આેગષ્ટે ગુજરાતની જેલોમાંથી 55 કેદી જેલમુક્ત થયાં છે. આગામી ગાંધી જંયતિ, તા. 2 આેક્ટોબરે 114 કેદીની મુિક્ત અંગે તપાસ કાર્યવાહી ચાલી રહી છે. આ પછી ત્રીજા, અંતિમ તબક્કામાં દાંડિયાત્રા દિવસ એટલે કે તા. 6 એપ્રિલે કેદીઆેની મુિક્ત થશે.
અમદાવાદની સાબરમતી જેલમાં ત્રણેક હજાર મળી ગુજરાતની નાની-મોટી 28 જેલોમાં દસેક હજાર કાચા અને પાકા કામના કેદીઆે છે. નિિશ્ચત સમયાંતરે જેલમાંથી સારી ચાલચલગતવાળા પાકા કામના (અદાલતે સજા ફટકારી હોય તેવા) કેદીઆેની નિિશ્ચત નિયમોનુસાર મુિક્ત થતી રહે છે. વર્ષ 2014માં કેદીઆેની મુિક્ત પછી છેક વર્ષ 2017માં આ પ્રqક્રયા હાથ ધરાઈ હતી. પણ, વર્ષ 2018-19માં ગુજરાતના અનેક કેદીઆેને ત્રેવડો લાભ થવાનો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150 જન્મજયંતિની ઉજવણીના ભાગરુપે ત્રણ તબક્કામાં જેલોમાંથી કેદીઆેની મુિક્ત કરવામાં આવનાર છે. પહેલા તબક્કામાં 55 કેદી મુક્ત કરાયાં છે.
સૌથી વધુ અમદાવાદની સાબરમતી જેલમાંથી 21, રાજકોટથી 14, વડોદરાથી 13, નડિયાદથી 3 ઉપરાંત ગળપાદર (ભૂજ), છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને જામનગર જેલમાંથી એક-એક કેદી મુક્ત કરાયાં છે. હવે, ગાંધીજયંતિ અને દાંડીયાત્રાએ કેદીઆેની મુિક્તની તૈયારીમાં જેલતંત્ર કાર્યરત બન્યું છે.
સ્વાતંÔય પર્વ એટલે કે 15 આેગષ્ટે હત્યા અને ગંભીર ગુનામાં 14 વર્ષની જેલસજા ભોગવી ચૂકવ્યા હોય અને સારી વર્તણૂંક જણાઈ હોય તેવા 55 કેદીઆેને મુક્ત કરવામાં આવ્યાં હતાં. આગામી ગાંધીજયંતિએ ટૂંકી સજા ફટકારાઈ હોય તેવા 114 કેદીઆેની મુિક્ત માટેની તપાસ શરુ કરવામાં આવી છે. જેલ તંત્રએ જણાવ્યું કે, જે કેદીઆેની મુિક્ત થાય છે તેમની હીસ્ટ્રીટિકિટ સૌથી પહેલાં તપાસવામાં આવે છે. સારી વર્તણૂંક, કેસ પેન્ડીગ ન હોય તેવા કેદીઆે અંગે જોઈન્ટ એડવાઈઝરી કમિટી તપાસ કરે છે. આ પછી જેલ તંત્રનો અભિપ્રાય મેળવવામાં આવે છે. કેદીની રજાઆે વગેરે તપાસ્યા પછી કોર્ટે ફટકારી હોય તેમાંથી આેછામાં આેછી 66% સજા ભોગવી હોય તેવા કેદીની મુિક્તને જેલતંત્ર અનુમોદન આપે છે.

Comments

comments

VOTING POLL