ગાંધીધામના જમીન પ્રને વેપારીઆેમાં આક્રાેશ

September 12, 2018 at 9:17 pm


સાંસદ સમક્ષ ઉગ્રતાપૂર્વક રજુઆતાે ઃ પ્રન ઉકેલવા દર પંદર દિવસે બેઠક કરી નિવેડો લાવવાની સાંસદએ આપી ખાત્રી

ગાંધીધામ સંકુલને સ્પર્શતા ફ્રી હોલ્ડ અને ટ્રાન્સફર ફીના પ્રને ગાંધીધામ ચેમ્બર ભવનમાં કચ્છ-મોરબીના સાંસદ વિનાેદભાઈ ચાવડાના વડપણ હેઠળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંકુલના એસાેસીએશનના સભ્યો સમાજના આગેવાનાે અને પ્રતિનિધિઆે ઉપસ્થિત રહ્યાા હતા.

પ્રારંભમાં ચેમ્બરના અધ્યક્ષ દિનેશ ગુપ્તાએ આ બેઠક યોજવાનાે મુખ્ય હેતુ જણાવ્યો હતાે કે વર્ષ ર019ના અંત સુધીમાં આ પ્રશ્નોનાે નિવેડો ગાંધીધામ સંકુલના નગરજનાેને મળી જાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

બેઠક દરમિયાન તેમણે જણાવ્યું કે, આ માટે ગાંધીધામ ચેમ્બર તરફથી વષોૅથી રજુઆતાે ઉચ્ચ અધિકારીઆે સમક્ષ કરાય છે, છેલ્લે લડત પણ આદરી હતી અને વતૅમાન સમયમાં તાજેતરમાં જ પથી 6 વખત આ સંદભેૅ ડીપીટી ચેરમેન, શિિંપગ મીનીસ્ટ્રી અને સચિવ સાથે બેઠકનાે દોર પણ આરંભેલ અને તેઆે દ્વારા આશ્વાસન પણ મળેલ છે. છતાં આજ દિવસ સુધી આની અંતિમ પરિસ્થિતિ શું છે તેની કોઈ જાણકારી નથી અપાઈ. તેમણે સÇયોને એક પછી એક પાેતાના સુચનાે આપવા માટે આમંºયા હતા.
બેઠકમાં ચેમ્બરના સÇયો અને આમંત્રિત પ્રતિનિધિઆેએ ચર્ચામાં ભાગ લેતાં ટ્રાન્સફર ફી અને ફ્રીહોલ્ડ જમીન સંદભેૅ પાેતાની પીડા અને વેદના ઠાલવી હતી. ડીપીટી દ્વારા ટ્રાન્સફર ફીમાં ધરખમ વધારો કરીને ગાંધીધામ સંકુલની પ્રજા સાથે અન્યાય થઈ રહ્યાાે છે. તેવી લાગણી સાૈએ વ્યક્ત કરેલ. ફ્રી હોલ્ડ જમીન સંદભેૅ આ જમીનાે ગુજરાત સરકારના મહેસુલી રેકર્ડ ઉપર નાેંધાવી અત્યંત જરૂરી છે અને આ માટે ગાંધીધામમાં સીટી સવેૅ આેફીસનું આરંભ પણ તાત્કાલીક ધોરણે થવું જોઈએ તેવી લોકલાગણી આ બેઠક દરમિયાન વ્યક્ત કરાઈ હતી.

સાૈએ એકી અવાજે સાંસદ સભ્ય વિનાેદ ચાવડાને રજુઆત કરી હતી કે, આ મુદ્દાઆેના નિરાકરણ માટે તમે આગળ આવો અને તમારી આગેવાની હેઠળ ગાંધીધામની પ્રજા જરૂરી તમામ પ્રકારનાે સાથ સહકાર આપવા તૈયાર છે.
આ અંગે ધમેૅશભાઈ દોશીએ આક્રાેશપૂર્વક સાંસદની કામગીરી અંગે સવાલો ઉઠાવી આ પ્રને નક્કર કામગીરી થતી ન હોવાનાે આક્ષેપ કયોૅ હતાે તાે વેપારી એસાેસીએશનના પ્રમુખ રાજુભાઈ ચંદનાની દ્વારા ચુંટાયેલા પ્રતિનિધિઆે અન્ય વિસ્તારોના કામો વટભેર કરી લેતા હોવાનાે કટાક્ષ કરી ગાંધીધામ સંકુલ ભાજપ અને સંઘ સાથે જોડાયેલુ હોવાથી અને જંગી લીડ આપે છે તેની સજા ભોગવી રહ્યું હોવાનાે ગંભીર આક્ષેપ કયોૅ હતાે.

જ્યારે ચેમ્બરના પૂર્વ માનદમંત્રી મહેશ તિથાૅણીએ ચેમ્બરના અથાગ પ્રયત્ન અને વષોૅથી લડત બાદ આટલુ પરીબળ મળ્યું છે. પરંતુ ચોક્કસ દિશા નિદેૅશના અભાવે લોકોને સહન કરવું પડે છે. જેથી પ્રનનું નિરાકરણ આવશ્યક છે તેમ જણાવ્યું હતું. જ્યારે મુરલીધર જગાણીએ કેપીટીમાંથી ડીપીટી, વડાપ્રધાન ઈચ્છા વ્યક્ત કરતા મહિનાઆેમાં નિર્ણય થઈ શકે છે. અને નામ બદલાઈ જાય છે. તાે વષોૅથી જે પ્રને પ્રજા પીડાઈ રહી છે તે પ્રનનું નિરાકરણ શા માટે આવતું નથી. તેવો સવાલ કરી આગામી લોકસભામાં આ બધુ ત્રીજુ તંત્ર જોઈ રહ્યું છે અને તેના પરીણામો ભોગવવા પડશે તેમ જણાવ્યું હતું.

જ્યારે વિહિપના મોહનભાઈ ધારશી દ્વારા દેશના પ્રથમ નંબરના પાેર્ટ પર કાયમી ચેરમેન મુકવામાં આવતા નથી તેમાંથી મોટી કમનસીબી કઈ હોઈ શકે તેમ જણાવી પ્રજામાં ભારોભાર રોષ છે. પ્રનનાે નિકાલ લાવવા જણાવ્યું હતું અને કાેંગ્રેસના અગ્રણી સંજયભાઈ ગાંધીએ દરેક ચેમ્બર જેી મોટી સંસ્થાઆેનું ડીપીટી, રેલ્વે જેવા મહત્વના વિભાગાેમાં પ્રતિનિધિ અપાતું નથી. તેવો પણ સવાલ ઉઠાવ્યો હતાે.

વિનાેદભાઈ ચાવડાએ લોક લાગણી અને માગણીની નાેંધ લેતાં આજદિન સુધી ચેમ્બર અને વિવિધ સંસ્થાઆેને આ પ્રનની રજુઆત માટે દિલ્હી મધ્યે મંત્રીઆે અને સરકારી અધિકારીઆેને સાથે રહીને આ પ્રશ્નો વિષે જે જોરદાર રજુઆત કરેલ છે તે સંદભેૅ સાૈને માહિતગાર કરેલ. સાથે સાથે તેમણે સાૈના સહકારની અપેક્ષા સાથે દર 1પ દિવસે ડીપીટીના અધિકારીઆે, ગુજરાત રાજ્યના પ્રધાન અને અધિકારીઆે, શિિંપગ મંત્રાલયના મંત્રીઆે અને અધિકારીઆે સાથે વિચાર વિમર્શ કરીને આવનાર દિવસાેમાં આ સળગતા અને પડતર પ્રશ્નોને નિકાલ તરફ લઈ જવા હૈયાધારણ આપી હતી.

અંતમાં ગાંધીધામ ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તાએ સંસદ સભ્ય વિનાેદભાઈ ચાવડા, વીવિધ સમાજના આગેવાનાે અને વિવિધ એસાેસીએશનના પ્રતીનિધિઆે તથા ગાંધીધામ ચેમ્બરના સભ્યો પ્રેસના પ્રતિનિધિઆે તથા પધારેલ સાૈ સભ્યો નાે આભાર વ્યક્ત કયોૅ હતાે.

આજની આ બેઠક દરમિયાન સંસદ સભ્યની હૈયાધારણા, ગાંધીધામ ચેમ્બરના અથાગ પ્રયત્નાે અને હાલમાં પ્રવતૅમાન લોકજાગૃતિને ધ્યાને લેતાં હવે આ પ્રશ્નોનું નિરાકરણ એ જ સાૈનું અંતિમ લક્ષ્ય રહેશે અને સાૈના સાથ સહકારથી આ લક્ષ્યને પુરું કરવામાં આવશે તેમ ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી આશિષ જોષીએ આ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL