ગાંધીધામના રેલ્વે યાર્ડમાં પથ્થરમારો કરાયો

June 20, 2018 at 8:59 pm


કોઈ જાનહાનિ ન થઈ ઃ પાેલીસ ઘટના સ્થળે દોડી ગઈ

પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે આવેલા રેલ્વે યાર્ડમાં પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

જાણવા મળતી વિગતાે મુજબ ગાંધીધામ-બાન્દ્રા વચ્ચે દોડતી એ.સી. સુપરફાસ્ટ ટ્રેન પર કોઈ શખ્સાેએ પથ્થરમારો કરતા એ.સી. કોચના બે કોચના કાંચ તુટી ગયા હતા. સદ્ભાગ્યે કોઈ પ્રવાસીને ઈજાઆે પહાેંચી ન હતી. ગાંધીધામ રેલ્વે પાેલીસે વિજય જીવાભાઈ જાદવની ધરપકડ કરી છે. તેની સામે રેલ્વે એક્ટ 1પ0 અંતગૅત ફરિયાદ નાેંધાવાઈ છે. રેલ્વે પાેલીસના કહેવા મુજબ આ ટ્રેન ગાંધીધામથી બાન્દ્રા જતી હતી ત્યારે તેના પર પથ્થરમારો કરાયો હતાે. આ સમગ્ર બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે. જેના આધારે પાેલીસ દ્વારા તપાસનાે ધમધમાટ શરૂ કરાયો છે. ગત રાત્રે બનેલી ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. લોકોમાં પણ ભયનાે માહોલ જોવા મળ્યો હતાે.

Comments

comments