ગાંધીધામમાં અજાણ્યા વાહન હડફેટે રાહદારીનું મૃત્યુ

September 12, 2018 at 9:27 pm


દુધઈ – ટપ્પર વચ્ચે કાર હડફેટે બાઈક સવારનું એકને ઈજાઆે

ગાંધીધામમાં કાગાેૅ પાસે અજાણ્યા વાહન હડફેટે રાહદારીનું મોત થયું હતું. બીજા બનાવમાં દુધઈ – ટપ્પર વચ્ચે કાર હડફેટે એકનું મૃત્યુ નિપજયું હતું. અને એકને સારવાર તળે ખસેડવામાં આવ્યો હતાે. ગાંધીધામ બી ડીવીઝન પાેલીસે વિગતાે આપતા જણાવ્યું હતું કે, શહેરના પીએસએલ કાગૅાે ઝુંપડા રોડ પર અજાણ્યા વાહનએ રાહદારી કુશલ બુદ્ધુભાઈ માંજી ઉ.વ. 3પ રહે. કાગાેૅને હડફેટે લેતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજયું હતું. પાેલીસે વાહન ચાલક સામે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં દુધઈ પાેલીસમાંથી મળતી વિગતાે મુજબ દુધઈ – ટપ્પર રોડ પર કાર નં. જી જે 1ર ડીએ પ9પ4માં ચાલકે બેદરકારીથી કાર ચલાવીને બાઈક નં. જી જે 1ર બી કયુને હડફેટે લેતાં બાઈક સવાર વીરાભાઈ લગધીરભાઈ કોલી ઉ.વ. 40 રહે. ટપ્પરનું ગંભીર હાલતમાં મૃત્યુ નિપજયું હતું. અને ભાણેજ મનસુખભાઈ કોલીને ઈજાઆે પહાેંચતા સારવાર તળે ખસેડવામાં આવ્યા હતા.

Comments

comments

VOTING POLL