ગાંધીધામમાં એનએસઇ વિશે વાતાર્લાપ યોજાયો

February 12, 2019 at 8:51 am


ગત 9મીના રોજ ગાંધીધામ ચેમ્બર, નેશનલ સ્ટોક એકસચેન્જ, અમદાવાદ અને પેન્ટોમેથ એડવાઈઝરી સવિર્સ ગ્રુપ અમદાવાદના સંયુકત ઉપક્રમે એસએમઇના લાભાથ£ સંબંધિત જાણકારી આપવા માટે ચેમ્બર ભવન ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી આશિષ જોશીએ કાર્યક્રમનો આરંભ કરતા સૌને આવકારતા કચ્છ જેવા છેવાડાના પ્રદેશના નાના અને મધ્ય કક્ષાના ધંધાના વિકાસ માટે આ સેમિનાર ખૂબ જ ઉપયોગી નિવડશે તેવી આશા દશાર્વેલ. ચેમ્બરના ભૂતપૂર્વ કારોબારી સભ્ય મોહનભાઇ કારીયાએ નેશનલ સ્ટોક એકસચેન્જના એસએમઇ લિસ્ટીગના મેનેજર સીએ ચેતન વ્યાસનું શાલ આેઢાડીને સ્વાગત કર્યું હતું.

ચેતન વ્યાસે નેશનલ સ્ટોક એકસચેન્જ વિશે પ્રાથમિક જાણકારી આપતાં જણાવેલ કે એનએસઇ દ્વારા એસએમઇના પિબ્લક ઇસ્યુ માટે એક વિશેષ પ્લેટફોર્મ એનએસઇ ઇમેર્જેની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ પ્લેટફોર્મ અંતર્ગત કોઇપણ એસએમઇ રૂા. રપ કરોડ સુધીનો પિબ્લક ઇસ્યુ બહાર પાડી શકે છે. જે માટે એસએમઇના ગત ત્રણ વર્ષની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે છે અને આ માટે સેબીની કોઇ જ પરવાનગી લેવાની જરૂર રહેતી નથી અને માત્ર અંતર્ગત 100 દિવસની અંદર લિસ્ટીગ થઇ શકે છે. પિબ્લક ઇસ્યુની એક અરજી આેછામાં આેછા રૂા. 1 લાખની હોવી જરૂરી હોય છે. આ વ્યવસ્થા રોકાણકારોને પ્રવર્તક સાથે જોડાણ કરવાની સગવડતા આપે છે. તેમણે આ પ્લેટફોર્મના ફાયદાઆે વિશે પ્રકાશ પાડતાં ભંડોળ ઉભું કરવાની સગવડતા શેરના માધ્યમ દ્વારા તરલતા, સંપિત્ત સર્જન અને ભવિષ્યના વિકાસ સંદર્ભે વિસ્તૃત જાણકારી આપેલ.

કાર્યક્રમના અંતમાં ચેમ્બરના માનદમંત્રી જોશીએ સૌનો આભાર માનતા સ્થાનિક ધંધાથ}આેના વિકાસ માટે દર પખવાડીયે આ સંદર્ભના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી દશાર્વેલ તેમ ચેમ્બરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Comments

comments

VOTING POLL