ગાંધીધામમાં કોન્સ્ટેબલે સગીરા પર બળાત્કાર ગુજાયોૅ

August 19, 2018 at 10:23 pm


શહેરમાં ચકચારી ભરેલી ઘટના ઃ આરોપીને સજા ફટકારવા માંગ

પૂર્વ કચ્છના ગાંધીધામ ખાતે આવેલી રેલ્વે કોલોનીમાં 17 વર્ષિય સગીરા પર બળાત્કાર ગુજારાયાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ બનાવમાં કોન્સ્ટેબલ સામે ગુનાે દાખલ કરાયો છે.

ગાંધીધામ રેલ્વે પ્રાેટકસન ફોસૅમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મનાેજસ્વામીએ ગત તા. 16-8ના સગીર દલીતને રૂમમાં બાેલાવી સગીરાની મરજી વિરૂદ્ધ દુ»કર્મ આચર્યું હતું. આ વાત કોઈને કહેશે તાે ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ સમગ્ર બનાવમાં તેણીએ સગળી હકિકતાે પિતાને વર્ણવી હતી. પિતાએ આ બનાવમાં ગાંધીધામ એ ડિવિઝન પાેલીસ મથકે ફરીયાદ નાેંધાવી હતી. પાેલીસે આરોપી વિરૂદ્ધ પાેક્સાે અને 376ની કલમતળે ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ પરિવારજનાે દ્વારા કરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ નાયબ પાેલીસ અધિક્ષક ચલાવી રહ્યાા છે. ગાંધીધામ શહેરમાં જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે આ વાત અત્યંત ગંભીર ગણી શકાય તેમ છે. આવા શખ્સાેને કડક સજા ફટકારવામાં આવે તે જરૂરી બની રહે છે. જેની જવાબદારી પ્રજાના રક્ષણની છે ત્યારે તે જ સેતાન બને તે બાબત ખુબ જ શરમજનક કહી શકાય તેમ છે. કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરાઈ છે. અવાર-નવાર આવી ઘટનાઆે પ્રકાશમાં આવે છે. ત્યારે કાયદો વ્યવસ્થા પર કડક બનાવવાની તાતી જરૂરીયાત ઉભી થવા પામી છે. આવા બનાવો ન બને તે માટે સરકારે પણ કડક અમલવારી કરાવી જરૂરી છે.

Comments

comments