ગાંધીધામમાં છોકરીઓ સાથે ગરબા રમવાની ના પાડતા યુવાન ઉપર હુમલો

October 9, 2019 at 9:17 am


ગાંધીધામના એકતાનગર કાર્ગો માં છોકરીઓ સાથે ગરબા રમવાની ના પાડનાર યુવાનને બે શખ્સોએ લોખંડના પાઇપ થી મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના એકતાનગર કાર્ગો વિસ્તારમાં ગરબીમાં માત્ર છોકરીઓને રમવાની મંજૂરી હતી તેમાં આરોપી ભરત ધારસી અને ધારશી નાથા છોકરીઓ સાથે ગરબા રમતા વેરશી ભાઈ જામાભાઈ દેવીપુજક ઉંમર વર્ષ ૪૫ એ આરોપીઓને છોકરીઓ સાથે ગરબા રમવાની ના પાડતા આરોપી ભરત ધારસી અને ધારસી નાથા એ વેરશી ભાઈ દેવીપુજક ઉપર લોખંડના પાઈપથી હુમલો કરી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Comments

comments