ગાંધીધામમાં ફઈ-ભત્રિજા ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી અપાઇ

November 7, 2019 at 9:12 am


Spread the love

ગાંધીધામ ના સેક્ટર વિસ્તારમાં સગપણ ફોક થયા પછી કપડા દેવા ગયેલા ફઈ ભત્રીજા ઉપર હુમલો કરી ધમકી અપાઈ છે તો બીજા બનાવમાં અંજાર તાલુકાના રતનાલ ગાળો બોલવાની ના પાડનાર યુવાનને ઘાતક હથિયાર બતાવીને ધમકી આપનાર ચાર સામે ફરિયાદ નોંધાઇ છે
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સેક્ટર ૫ પ્લોટ નંબર ૪૬ રહેતા હાર્દિકભાઈ જગદીશભાઈ સથવારા ઉંમર વર્ષ ૨૩, સગપણ ફોક થયા બાદ કપડા સહિતનો સામાન તેના ફઈ સાથે પરત દેવા જતા આરોપી સુરેશ દામજી સથવારા અને રાહુલ સુરેશ સથવારા એ માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
બીજા બનાવમાં અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે રતનાલ માં રહેતા હાર્દિક રમજુ બાફણ ઉંમર વર્ષ ૨૨ એ ગાળો બોલવાની ના પાડતાં આરોપી કાનજી ગોપાલ ડુંગરિયા કલ્પેશ રાણા ડુંગરિયા ઈશ્વર લક્ષ્મણ ડુંગરિયા અને કાનજી નારણ મેરીયા છરી, ધોકા જેવા ઘાતક હથિયારો બનાવી ને ધમકી આપી હતી ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે