ગાંધીધામમાં બે દુકાનોના તાળા તૂટ્યા, ૨૦ હજારની ચોરી

December 2, 2019 at 9:21 am


Spread the love

ગાંધીધામમાં લીલાશા ચક્રા જુના પોલીસ સ્ટેશન સામે આવેલ બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી તાળા તોડી હજારની માલમત્તા ચોરી કરીને લઇ ગયા હતા
ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે લીલાશા ચકરા જુના પોલીસ સ્ટેશન સામે આવેલ ઈશ્વરલાલ હીરાલાલ સેવકની પાનની દુકાને તસ્કરોએ નિશાન બનાવી શટરના તાળા તોડી ડ્રોઅરમાંથી રોકડા રૂપિયા ૨૦,૦૦૦ તેમજ બેંકની પાસબુક ચોરી કરીને લઈ ગયા હતા ઉપરાંત બાજુમાં આવેલ ભગવાનભાઈ ભાનુશાલી ની કપડાની દુકાન ને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી તેના શટરના તાળા તોડી અંદર કપડાં વેર-વિખેર કરી નાખ્યા હતા તેમાંથી કંઈ ચોરાયું નથી પરંતુ માલસામાન વેરવિખેર કરી નખાયો હતો ગતરાત્રીના તસ્કરોએ આ બંને દુકાનોને નિશાન બનાવી ચોરીના બનાવોને અંજામ આપ્યો હતો દુકાન માલિક ઈશ્વરલાલ સેવક નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે