ગાંધીધામમાં યુવકની કરપીણ હત્યા કરાતા ચકચાર

June 19, 2018 at 10:38 pm


મોબાઈલ ફોનની બાબતમાં મામલો ઉગ્ર બન્યાે હતાે

ભુજઃ ગાંધીધામનાગણેશનગરમાં રહેતા યુવકનાે મોબાઈલ ફોન પડાવીલેવાના મુદે થયેલી બાેલાચાલીમાં બે સગા ભાઈએ ભેગા મળીને પડોશમા રહેતા રર વર્ષિય યુવકના માથામાં ધારીયાના ઘા ફટકારી કરપીણ હત્યા કરી નાખી છે. હત્યાનાે બનાવ ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ બન્યાે હતાે. બનાવ અંગે જાણ થતાં ગાંધીધામ બીડીવીઝન પાેલીસનાે કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતાે.

બનાવ અંગે મૃતકયુવકના પિતા ખીમજીભાઈ પુંજાભાઈ નીઝારે પડોશમાં રહેતા મુકેશ નથુભાઈ કટુઆ અને રાજેશ નથુભાઈ કટુઆ વિરૂદ્ધ આઈપીસી30ર હેઠળ ફરિયાદ નાેંધાવી છે. મરનાર જીતેશનાે મોબાઈલ ફોન પડોશમાં રહેતા મુકેશે પડાવી લીધી હતી.આ અંગે ગત રાત્રે 11 વાગ્યે જીતેશની મુકેશ અને તેના ભાઈ રાજેશ સાથે માથાકુટ થઈ હતી.જેમાં ઉશ્કેરાઈ જઈને બંને જણાએ જીતેશના માથામાં ધારીયું મારી દેંતાં ગંભીર ઈજાથી તેનું મોત નિપજયું હતું. જીતેશ લોહી નીકળતી હાલતમાં રસ્તા પર પડયોહતાે. બનાવ અંગે હત્યારા યુવકોની માતા કેસરબેન ઉફેૅ વાસલબેને જ જીતેશનાઘરે દોડી જઈ તેના પરિવારજનાેને જાણ કરી હતી. જીતેશના પરિવારજનાે રાત્રે તેને 108માં રામબાગ હોિસ્પટલે લઈ ગયા હતા. પરંતુ ફરજ પરના ડોકટરે જીતેશને મૃત જાહેર કયોૅ હતાે. જીતેશનાપિતાએ જણાવ્યું હતું કે,રાજેશેમારા દીકરાને પકડી રાખ્યોહતાે. અને મુકેશે તેનામાથામાં ધારીયું મારીદીધુંહતું.દરમિયાનબંને આરોપીને પાેલીસે દબાેચીલીધો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ બનાવે ગાંધીધામ શહેરભરમાં ચકચાર ફેલાવી દીધી છે. પાેલીસે આ બનાવમાં વધુતપાસ હાથ ધરીછે.

Comments

comments