ગાંધીધામમાં યુવાન પર છરી વડે હુમલો

April 19, 2019 at 10:12 am


ગાંધીધામમાં અગાઉના ઝગડાનું મનદુઃખ રાખી યુવાન પર છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે નીતિન ગોપાલભાઈ ભારીયા (રહે. ગાંધીધામ)એ જીગર રાયશી માતંગ, અલુ બારોટ (રહે. બન્ને જુની સુંદરપુરી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તથા તેના મિત્રો વિજય અને ભાવિક સ્કૂટી પર જઈ રહ્યા હતા ત્યારે અગાઉના ઝગડાનું મનદુઃખ રાખી આરોપીઓએ પાછળથી આવી સ્કૂટી રોકાવી સ્કૂટીમાં વચ્ચે બેઠેલા યુવાન પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બન્ને આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL