ગાંધીધામમાં યુવાન પર જીવલેણ હુમલો

July 17, 2019 at 8:50 am


અગાઉના ઝગડાનું મનદુઃખ રાખી યુવાન પર બ્લેડ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની મળતી વિગતો મુજબ ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથકે અશોક પરબત ઘેડા (ઉ.વ. ૩પ) રહે. રોટરી નગર ગાંધીધામ)એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અરૂણ લક્ષ્મણ ચાવડા સાથે અગાઉ ઝગડો થયો હતો જેનું મનદુઃખ રાખી ફરિયાદીને હોÂસ્પટલમાં વાપરવાની બ્લેડ વડે ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી જીવલેણ હુમલો કર્યો છે. અગાઉના ઝગડાનું મનદુઃખ રાખી આરોપી દ્વારા કરાયેલા આ હુમલામાં ફરિયાદી ગંભીર રીતે ઘાયલ થયો હતો. રોટરીનગર મહાદેવ મંદીર પાસે બનેલી આ ઘટના અંગે ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે આરોપી વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૦૭ હેઠળ જીવલેણ હુમલા અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL