ગાંધીધામમાં વૃદ્ધાની હત્યામાં સગીર સહિત બે પકડાયા

September 12, 2018 at 9:25 pm


પાેલીસે આભુષણો સહિત 3પ8ર00નાે મુદામાલ કબજે કયોૅ

ગાંધીધામના ખોડિયારનગરમાં આેરડીમાં સાેના – ચાંદીના આભુષણો લુંટવા ગયેલા એક સગીર સહિત બે શખ્સાેએ વૃદ્ધાની હત્યા કરીને આભુષણો લુંટીને લઈ ગયા હતા. પાેલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત બંનેને પકડી મુદામાલ કબજે કયોૅ છે. ગાંધીધામ એ ડીવીઝન પાેલીસે વિગતાે આપતા જણાવ્યું હતું કે ખોડિયારનગર ઝુંપડીમાં એક આેરડીમાં સુંદરદેવી ધીસારામ રેગર ઉ.વ. 74નું ગળું દબાવી તેની હત્યા કરીને રૂા. 3.પ0 લાખની કિંમતના આભુષણોની લુંટ કરાઈ હતી. આ લુંટ સાથે થયેલી હત્યામાં પાેલીસે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન એ ડીવીઝન પીઆઈ વી.એલ. સુથાર અને સ્ટાફે શકમંદોને પુછપરછ શરૂ કરી હતી ત્યારે રાજેશ સુનીલ ગુર્જર ઉ.વ. 19 અને તેની સાથેનાે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પકડી પુછપરછ કરતાં બંનેએ આ હત્યાની કબુલાત કરીને કહ્યું હતું કે, આભુષણો લુંટવા ગયા હતા ત્યારે સુંદરદેવી રેગર જાગી ગયા હતા અને રાડારાડ થતાં આેસીકાથી મોઢું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. આ વૃદ્ધની શખ્સાેએ હત્યા કરીને આભુષણો લુંટીને લઈ ગયા હતા. પાેલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી કુલ રૂા. 3.પ8ના આભુષણોનાે મુદામાલ કબજે કયોૅ હતાે.

Comments

comments