ગાંધીધામમાં 3.પ0 લાખની લુંટ સાથે વૃદ્ધાની હત્યામાં શકમંદોને ઉઠાવાયા

September 11, 2018 at 10:52 pm


ગાંધીધામના ખોડિયાનગરમાં કોઈ શખ્સાેએ વૃદ્ધાને માર મારી રૂા. 3.પ0 લાખના આભુષણોની લુટ કરીને ગળું દબાવી હત્યા કરી નાખી છે. પાેલીસે ગુનાે નાેંધ્યા બાદ શકમંદોને ઉઠાવી પુછપરછ શરૂ કરી છે. ગાંધીધામ એ ડીવીઝન પાેલીસે વિગતાે આપતા જણાવ્યું હતું કે, ખોડીયાનગરમાં પ્રતાપ સાઈકલવાળાની બાજુમાં આેરડીમાં રહેતા સુંદરદેવી ધીસાજી રેગર ઉ.વ. 74ને કોઈ શખ્સાેને મોઢું દબાવી શ્વાસ રૂંધાવીને હત્યા કરી નાખીને અને સાેના ચાંદીના રૂા. 3.પ0 લાખની કિંમતના આભુષણોની લુંટ ચલાવીને નાસી છુટયા છે. આ હત્યામાં ભોગ બનનારના પુત્ર રાજેશભાઈ ધીસાજીએ નાેંધાવેલી ફરિયાદના આધારે પાેલીસે હત્યાનાે ગુનાે નાેંધી તપાસ શરૂ કરી છે. દરમિયાન એ ડીવીઝનની પાેલીસે શકમંદોને ઉઠાવી આકરી પુછપરછ શરૂ કરી છે. પાેલીસ પહેલા હત્યા કરીને જે આભુષણો લુંટાયા છે. તે કબજો કરવાની તજવીજ શરૂ કરી છે. શકમંદો જે ઉઠાવાયા છે તેની પુછપરછ દરમિયાન આ હત્યાનાે ભેદ ઉકેલવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

Comments

comments

VOTING POLL