ગાંધીધામ અને બિદડામાંથી ક્રિકેટના સટ્ટાનો પર્દાફાશ

April 15, 2019 at 10:10 am


ભુજ આર આર સેલ દ્વારા ગાંધીધામ અને માંડવી તાલુકાના બિદડામાંથી ઓનલાઈન ક્રિકેટના સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો.
આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામના સેકટર ૧માં આવેલ રાધે કોમ્પ્લેક્ષમાં ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરતાં નરેન્દ્રસિંહ વાઘેલા કિંગ્સ ઈલેવન પંજાબ તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ પર મોબાઈલ તથા ટેલિવિઝનનો ઉપયોગ કરી હારજીતનો જુગાર રમતાં નરેન્દ્રસિંહ ભીમસિંહ વાઘેલા, નવીન રાજભા ગઢવી તથા રાજભા જુવાનસિંહ વાઘેલાને ત્રણ મોબાઈલ કિ.રૂ. ૩૧ હજાર, ટેલિવિઝન કિ.રૂ. ૩૦ હજાર, સેટઅપ બોકસ કિ.રૂ. ૧ હજાર, એક કાર કિ.રૂ. પ લાખ, મળી કુલ પ.૬ર લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
જ્યારે માંડવી તાલુકાના બિદડા ગામે રહેણાંકના મકાનમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડતાં હોવાની બાતમીના આધારે મિતેન જયંતિલાલ ફુરીયાના રહેણાંક મકાનમાં રેડ કરતાં હારજીતનો ક્રિકેટનો સટ્ટો જુગાર રમી રમાડતાં મકાનમાંથી મિતેન ફુરિયા તેમજ હરેશ બાબુલાલ સોનાગરા, શિતલ મહેન્દ્ર શાહ, રમેશ કપૂરચંદ વોરા, હિતેશ મંગુભાઈ ગામીને રોકડ રૂપિયા ૧૪૪પ૦, મોબાઈલ નંગ ૧૬, કિ.રૂ. ૮૦૦૦, બે લેપટોપ કિ.રૂ. ૩૦ હજાર, લેન્ડલાઈન ફોન કિ.રૂ. ૪ હજાર, સફેદ કલરનું ૧પ પાર્ટ વાળું મશિન કિ.રૂ. પ હજાર, એલઈડી નંગ ર, કિ.રૂ. ૩૦ હજાર, સહિતનો ૯ર,૪પ૦નો મુદામાલ કબ્જે કરી આરોપીઓને ઝડપી પાડયા હતા. બન્ને ગુનામાં પોલીસે જુગાર ધારા હેઠળ ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments