પૂર્વ પ્રમુખ સાથે અભદ્ર વ્યવહાર થતા રાજીનામું ધરી દીધુ: અન્ય આગેવાનોના રાજીનામાની ચર્ચા

April 19, 2019 at 10:08 am


ગાંધીધામ કોંગ્રેસમાં આંતરીક જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ પૂર્વ પ્રમુખએ રાજીનામું ધરી દીધુ છે તો અન્ય આગેવાનો દ્વારા પણ તેના સમર્થનમાં રાજીનામું આપી દીધા હોવાની ચર્ચા જાગી છે.
આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગાંધીધામ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સાથે કોંગ્રેશના જ આગેવાન દ્રારા અભદ્ર વર્તન કરવામાં આવતા પૂર્વ પ્રમુખએ રાજીનામું ધરી દીધુ હતું અને કોંગ્રેસ કાર્યાલય ખાતે આ ઘટના સમયે ભારે તનાવ સર્જાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પૂર્વ પ્રમુખના રાજીનામા બાદ અન્ય હોદેદારો, આગેવાનો, ચુંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ દ્વારા પણ રાજીનામા આપ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ અંગે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પૂર્વપ્રમુખના રાજીનામાને સમર્થન આપી હજુ સ્વીકાર કરવામાં આવ્યો નથી તેમ જણાવી થોડી નારાજગી છે જેને સાથે મળી સમાધાન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભૂજ ખાતેની જાહેરસભા પહેલા જ ગાંધીધામ કોંગ્રેસ કાર્યાલય તળે બનેલા આ બનાવ અને કોંગ્રેસ આગેવાનોના રાજીનામાંથી વિસ્તારમાં ચકચાર જાગી હતી.

Comments

comments

VOTING POLL