ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે ભાજપના સદસ્યની દાવેદારી

June 19, 2018 at 10:37 pm


તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું ઃ આજે સામાન્ય સભા
ગાંધીધામ ઃ તાલુકા પંચાયતના પ્રમુખ -ઉપપ્રમુખ માટે ભાજપનાબે સદસ્યોએ આજે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રોરજૂ કર્યા હતા. આજે સામાન્ય સભા યોજાશે જેમાં પ્રમુખ ઉપપ્રમુખ અંગેનાે ફેંસલો થશે.
ગાંધીધામ તાલુકા પંચાયતમાં કુલ સÇય સંખ્યા 16 છે. જેમાંથી 1ર ભાજપના અને 4 કાેંગ્રેસના સદસ્યો ચુંટાયા હતા. હાલમાં પણ ભાજપના જ પ્રમુખ – ઉપપ્રમુખ સતાસ્થાને છે. ત્યારે આગામી અઢી વર્ષ માટે પણ ભાજપનાજચુંટાયેલાતાલુકા પંચાયતનાસદસ્યોને ઉમેદવારી નાેંધાવી છે.
જેમાં પ્રમુખતરીકે ગીતાબેનશંભુભાઈ મ્યાત્રા અને ઉપપ્રમુખ તરીકે સિદ્ધરાજિંસહ આર. જાડેજાએ પાેતાની ઉમેદવારી નાેંધાવીહતી અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ફોર્મ રજુ કર્યું હતું. આજે ગાંધીધામ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળશે અને જેમાં પ્રમુખ ઉપપ્રમુખના નામો પર મહોર લાગશે. જો કે સામા પક્ષે કોઈ જઉમેદવાર ન હોવાથી પ્રમુખ ઉપપ્રમુખ આજની સામાન્ય સભામાં જાહેર થશે. આ ઉમેદવારીપત્રો રજુ કરવા બાબતે પુર્વ ધારાસÇય રમેશભાઈમહેશ્વરી, તાલુકા ભાજપ પ્રમુખ અમૃતગીરી ગાેસ્વામી, નગરસેવક પુનીતભાઈ દુધેરજીયા, નારાણભાઈ બાબરીયા સહિતના આગેવાનાે કાર્યકતાૅઆે ઉપસ્થિત રહ્યાા હતા.

Comments

comments