ગાંધીધામ નજીક યુવાનને છરી બતાવી ર1 હજારની લૂંટ કરનાર બે શખ્સો પકડાયા

July 29, 2018 at 10:44 pm


ગાંધીધામ ઃ ગાંધીધામના મચ્છુનગર પાસે યુવાનના ગરદન ઉપર છરી રાખી રૂા. ર1 હજારની લૂંટ કરનાર બે શખ્સોને પોલીસે પકડી પાડયા હતા.

શહેરના મચ્છુનગર નજીક શનિવારે સવારના ભાગે સર્વેશકુમાર ચંદ્રકિશોર શાહ (ઉ.વ. 18) જતાં હતા ત્યારે બાઇક ઉપર આવેલા બે શખ્સોએ સર્વેશકુમારને ગળાના ભાગે છરી રાખી રોકડ રૂા. 16 હજાર, મોબાઇલ ફોન, ડ્રાઇવીગ લાયસન્સ સહિત કુલ રૂા. ર1 હજારની લૂંટ કરી નાશી ગયા હતા. બનાવ સવારના ભાગે બન્યાે હતો. પોલીસે આ મામલામાં તાત્કાલિક ફરિયાદ નાેંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે આજે મચ્છુનગર રેલવે ફાટક પાસે બાઇક નંબર જે.જે. 1ર બીસી 477પ લઇને નીકળેલા સાલેમામદ ઉર્ફે કચ્છી ઇશા દાઉદ સરેચા અને સલીમ ઉર્ફે મોઢ અબ્દુલ નીદામણા (રહે. બન્ને ખારીરોહર)ને પોલીસે પકડી પૂછપરછ કરતાં લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આ બન્ને શખ્સોના કબ્જામાંથી લૂંટમાં ગયેલ રોકડ રૂપિયા 16 હજાર, એક મોબાઇલ ફોન સહિતનો તમામ મુદામાલ રિકવર કર્યો હતો. બી-ડીવીઝન પોલીસે ટુંક સમયમાં જ આ ભેદ ઉકેલી નાખ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL