ગાંધીધામ – નવી બાલાચોડમાં જુગાર રમતા 14 શખ્સાે ઝડપાયા

September 12, 2018 at 9:26 pm


ગાંધીધામમાં બે અલગ અલગ વિસ્તારોમાં અને નાની બાલાચોડમાં ગંજીપાનાનાે જુગાર રમતા 14 શખ્સાે રપર30ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. ગાંધીધામ બી ડીવીઝન પાેલીસે વિગતાે આપતા જણાવ્યું હતું કે, શહેરની બીએસએનએલ આેફિસ પાસે ગંજીપાનાનાે જુગાર રમતા કારા ભીખા ભરવાડ, ઈબ્રાહીમશા જમનશા શેખ, મીત લાખાભા ગઢવી, માયા સીધા ભરવાડ, દિગ્વિજય દિલીપસિંહ જાડેજાને રોકડા રૂા. 4330 સાથે પકડી પાડયા હતા. બીજા બનાવમાં નલિયા પાેલીસે વિગતાે આપતા જણાવ્યું હતું કે, બાલાચોડમાં ગંજીપાનાનાે જુગાર રમતા ચેતન રામજી ભાનુશાલી, કનૈયા મંગલદાસ ભાનુશાલી, જય લક્ષ્મીદાસ ભાનુશાલી, બીપીન લક્ષ્મીદાસ ભાનુશાલી, અને હેમાંગ રાજેશગીરી ગાેસ્વામીને રોકડા રૂા. 1400 ચાર મોબાઈલ સહિત કુલ રૂા. પ6400ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.

ત્રીજા બનાવમાં ગાંધીધામ પાેલીસે જણાવ્યું હતું કે, શહરેના વાવાઝોડા વસાહતની બાજુમાં જુગાર રમતા ઈબ્રાહીમ ઈસ્માઈલ મથડા, આેસમાણ ઈસ્માઈલ મથડા, સીદીક કાસમ ભટ્ટી, અને રહીમ ઈશા જામને રોકડા રૂા. 14860 તેમજ મોબાઈલ સહિત કુલ રૂા. 34360 સાથે ઝડપી પાડયા હતા.

Comments

comments