ગાંધીધામ પાલિકાએ મુખ્ય બજારના ફુટપાથનું કામ અટકાવ્યુ પણ કોન્ટ્રાક્ટરે ચાલુ રાખ્યુ

August 13, 2018 at 9:07 pm


પીડબલ્યુડી ચેરમેન સહિતના પદાધિકારીઆેએ કોન્ટ્રાક્ટરને રૂબરૂ બાેલાવ્યા પણ તેના એન્જીનીયર આવતા પર મોકલાયા

ગાંધીધામ નગરપાલિકાનું વહીવટી તંત્ર મુખ્ય બજારના વરસાદી નાલા પછી હવે જો સાૈથી વધુ ચર્ચામાં અને બદનામ થઈ રહ્યું હોય તાે તે મુખ્ય બજારના સવા કરોડના ફુટપાથનું કામ છે. નબડી ગુણવતાના કામના મામલે ફરિ પાલિકાએ કામ અટકાવ્યું છે પણ કોન્ટ્રાક્ટરે ચાલુ જ રાખ્યું છે.

પાલિકાના જુનીયર એન્જીનીયર પ્રકાર જુરાણીએ કોન્ટ્રાક્ટરના એન્જીનીયરને ફુટપાથનું કામ બંધ કરવાનું કહીને સવારે પાલિકા બાેલાવ્યા હતા. કોન્ટ્રાક્ટરના એન્જીનીયર પાલિકા આવ્યા હતા પણ પાલિકાના એન્જીનીયર હતા નહીં જેથી કોન્ટ્રાક્ટરના એન્જીનીયરને પૂર્વ કારોબારી ચેરમેન અને હાલના પીડબલ્યુડી ચેરમેન સાથે ચર્ચા કરી હતી. ચેરમેને કીધુ હતું કે, મુખ્ય બજારના ફુટપાથનું સાવ હલકી ગુણવતાનું થાય તેવી ફરિયાદો આવી રહી છે તાે પૂર્વ કારોબારી ચેરમેને ટેન્ડરની શરતાે મુજબ કામ થયુ નથી અને થતુ પણ નથી. ખાનગી કોન્ટ્રાક્ટરના એન્જીનીયર અને પૂર્વ કારોબારી ચેરમેન તેમજ પીડલ્યુડી ચેરમેન ગેલાભાઈ ભરવાડ વચ્ચે લાંબી ચર્ચા ચાલી છે પછી ખાનગી કોન્ટ્રાક્ટરના એન્જીનીયરે કહ્યું કે, કામ બંધ કરવાની સુચના અપાઈ છે. તેમ કહીને પાલિકાથી રવાના થયા હતા પણ પાલિકાના એન્જીનીયરે કામ બંધ કરવાનું કહ્યાા પછી પણ કોન્ટ્રાક્ટરે મુખ્ય બજારનું ફુટપાથનું કામ ચાલુ રાખ્યું હતું તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યાા છે.

પાલિકા કોન્ટ્રાક્ટરો પાલિકાનું માનતા નથી. તેનું પરિણામ એ છે કે, આડેધડ કામો થઈ રહ્યાા છે. મુખ્ય બજારના ફુટપાથનું કામ સાવ હલકી ગુણવતાનું થઈ રહ્યું છે. છતાં આખુ વહીવટી તંત્ર ચુપ છે. પ્રમુખે ક્યા આધારથી ક્લીનચીટ આપી છે. ટેન્ડર મુજબનું તાે કામ થતુ નથી તેવામાં પાલિકા શુકામ કોઈ પગલા ભરતી નથી. અત્યાર સુધીમાં મોટાભાગનું કામ પુર્ણ થઈ ગયું છે. તેવામાં પ્રાથમિક ધોરણે પેમેન્ટ બિલ ચુકવણું અટકાવાય તે જરૂરી બન્યું છે.

Comments

comments

VOTING POLL