ગાંધીધામ પાલિકાએ મોટા દસ બાકીદારોના જોડાણો બંધ કર્યા

September 7, 2018 at 8:43 pm


વીસ હજારથી લઈને 1 લાખ સુધીનાે ટેક્ષ બાકી છે તેવા બાકીદારો પર કાર્યવાહી કરાય

ગાંધીધામ નગરપાલિકાના વહીવટી તંત્રએ હવે પાેષ વિસ્તારોના ટેક્ષના મોટા બાકીદારો ઉપર રીતસર તવાઈ શરૂ કરી છે. અપનાનગર, શક્તિનગરના દસથી વધુ બાકીદારોના ગટર જોડાણો બંધ કર્યા છે.

રૂપિયા વીસ હજારથી લઈને રૂા. 1 લાખ સુધીનાે ટેક્ષ બાકી છે તેવા મોટા બાકીદારો ઉપર તવાઈ શરૂ કરવામાં આવી છે. જેના પગલે જ રાજકીય દખલ વગર જ ગટરના જોડાણો કાપવામાં આવી રહ્યાા છે. જે મોટો વકદાર બાકીદાર રાજકીય નેતાને અથવા તાે પાલિકાના જવાબદાર પદાધિકારીને ફોન કરાવે તાે સામેથી તમારે રૂપિયા તાે ભરવા જ પડશે તેવા પ્રત્યુતર આવે છે જેના પગલે બાકીદારો પાસે કોઈ વિકલ્પ રહેતાે નથી અત્યાર સુધીની ત્રણ દિવસની કાર્યવાહી તાે ઈમાનદારીથી થઈ છે તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. પણ આગામી સમયમાં જોવાનું રહ્યું છે.

ગાંધીધામ પાલિકાના ટેક્ષ વિભાગે બાકીદારોનું લિસ્ટ તૈયાર કરીને ડ્રેનેજ વિભાગને આપી દીધું છે. જેના પગલે ડ્રેનેજ વિભાગ મોટા-મોટા બાકીદારોમાં ઘરે જઈને ટેક્ષ ભરપાઈ કરવાનું કહે છે. જે કોઈ કરદાતા ટેક્ષ ભરપાઈ ન કરે કે ચેક ન આપે તાે તુરંત ગટરનું જોડાણ બંધ કરે છે અને કાપી નાખે છે જે કરદાતાઆે સ્થળ ઉપર અથવા પાલિકા કચેરીએ ટેક્ષ ભરીને રસીદ બતાવે તાે કનેકશન કાપતા નથી જે કનેકશન બંધ કર્યું હોય તાે ટેક્ષ ભરપાઈ પછી ખોલી નાખવામાં આવે છે.

પાલિકાએ સાઉથ-નાેર્થ, પછી અપનાનગર અને હવે શક્તિનગરમાં મોટા-મોટા બાકીદારો ઉપર કાર્યવાહી શરૂ કરી છે. આજે વધુ દસ બાકીદારોના ગટર જોડાણ કાપ્યા છે.રૂપિયા ર0 હજારથી લઈને રૂા. 1 લાખ સુધીના ટેક્ષના બાકીદારો છે તેની ઉપર આજે કાર્યવાહી શરૂ કરી છે. હવે ગટરની સાથે સાથે પાણીના પણ જોડાણો કાપવાની તૈયારીઆે કરવામાં આવી રહી છે. આવશ્યક સેવાઆે બંધ કરીને રૂપિયા વસુલવામાં આવશે.

Comments

comments

VOTING POLL