ગાંધીધામ પાલિકાએ વધુ સાત બાકીદારોના જોડાણ કાપ્યા

September 6, 2018 at 9:15 pm


ખાડો ખોદતા અમુક લોકો રૂપિયા ભરી ગયા, રીકવરી માટે કડક કાર્યવાહી કરવાનાે આદેશ વછુટીયો

ગાંધીધામ નગરપાલિકાએ બીજા દિવસે પણ વધુ સાત બાકીદારોના ગટરના જોડાણો કાપ્યા છે. તાે ખાડો ખોદતાની સાથે અમુક લોકો કરદાતાઆે ટેક્ષ ભરવા કચેરીએ પહાેંચી ગયા હતા તાે અમુકે સ્થળ ઉપર ચેક આપી પાેતાનું કનેકશન બચાવ્યું હતું.
ગાંધીધામ નગરપાલિકાનું વહીવટી તંત્ર વેરાવસુલાતમાં સાવ નિ»ફળ નિવડâું છે. ગત વર્ષ માત્ર 38માં જ રિકવરી કરી હતી. આ વષેૅ રીકવરીનાે ભારી દબાવ છે તાે બીજી તરફ તિજોરી તળીયા જાટક હોવાથી લેણદારોને ચુકવવા માટે રૂપિયા નથી અને આ વસુલાતનું સાૈથી મોટું કારણ પણ બહાર આવી રહ્યું છે.

નગરપાલિકાએ બે દિવસમાં ર0થી વધુ બાકીદારોના ગટર જોડાણો કાપી નાખ્યા છે. ગુરૂવારે શહેરના સાઉથ – નાેર્થ અને અપનાનગરમાં બાકીદારોના જોડાણો કાપવામાં આવ્યા છે. આ બધા કરદાતાઆે પાસે પ હજારથી વધુ રૂપિયા લેણા છે તે ભરતા નથી. પાલિકાએ નાેટિસ પછી પણ બાકીદારોએ રૂપિયા ન ભરતા હવે જોડાણો કાપવામાં આવી રહ્યાા છે. આ કામગીરી બહુ લાંબા સમય સુધી ચાલવાની સ્થિતિ ઉભી થઈ છે તે યથાવત રહેતાે વસુલાત થશે. આ વખતે રાજકીય અડચણ ઉભા થવાની સંભાવના આેછી છે. પ્રમુખ અને ચેરમેન બીજો એવું માને છે કે, વસુલાત થવી જોઈએ. જોડાણ કાપતી વખતે જો કોઈ લાગવગ થશે તાે ટેક્ષ ભરપાઈ કરવાનું કહેવા છે નહિં ભરવામાં આવે તાે જોડાણો કાપી નખાશે અને વહીવટી તંત્રએ જોડાણો કાપી વસુલાત કરવાનાે સ્પષ્ટ આદેશ પણ કર્મચારીઆેને આપી દીધો છે.

Comments

comments

VOTING POLL