ગાંધીધામ પાલિકાએ 10થી વધુ બાકીદારોના ગટર જોડાણ કાપ્યા

September 5, 2018 at 9:57 pm


ટેક્ષના રૂપિયા ભરપાઈ ન કરતા સાઉથ અને નાેર્થમાં કાર્યવાહી શરૂ કરી
ગાંધીધામ ઃ ગાંધીધામ નગરપાલીકાએ લાંબા સમય પછી હવે બાકીદારો ઉપર કાર્યવાહી શરૂ કરી છે. શહેરના સાઉથ અને નાેર્થમાં 10થી વધુ મોટા બાીકદારોના ગટરના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. પાલીકાના વહીવટી તંત્રએ વેરા વસુલાતની ઉદાસીનતાની આળસ ખંખેરી હોય તેવી પ્રતીતી કરાવીને મોટા બાકીદારોનું લીસ્ટ તૈયાર કરીને નાેટીસ આÃયા બાદ બાકીદારોએ રૂપિયા ભરપાઈ ન કરતા કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. સુત્રોમાંથી મળતી વિગતાે મુજબ ગાધીધામ નગરપાલીકાની નબળી વેરા વસુલાતની સીધી અસર વિકાસના કામો ઉપર અને ખાસ કરીને ચુકવણા ઉપર પડી રહી છે. તાે સામે જરૂરીયાત મુજબની વસુલાતની વાતાે કરાઈ રહી છે. હાલના સમયે તિજોરી તળીયા ઝાકટ હોવાથી હવે વસુલાતની કાર્યવાહી કડક કરવામાં આવી રહી છે. નાેર્થ સાઉથમાં મોટા બાકીદારોને નાેટીસ આપવા છતાં ટેક્ષના લેણા ભરપાઈ ન કરતા પાલીકાના ટેક્ષ વીભાગે એકલીસ્ટ તૈયાર કરીને કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. બુધવારે નાેર્થ સાઉથમાં 10 થી વધુ બાકીદારોના ગટર કનેકશન કાપવામાં આવ્યા છે. આ કાર્યવાહી હવે સતત ચાલુ રહેશે નવી બાેડી આવ્યા બાદની આ પહેલી કડક કાર્યવાહી છે. વેરા વસુલાત માટે કડકમાં કડક કાર્યવાહી કરી અતિ જરૂરી છે. પણ અહીં પાલીકા કાર્યવાહી બંધ કરશે તાે સ્થિતી ઠેરની ઠેર રહેશે. જરૂરી છે કાર્યવાહી ચાલુ રાખીને વસુલાત કરવામાં આવેતે આવશ્યક છે.

Comments

comments

VOTING POLL