ગાંધીધામ ભચાઉ હાઈવેને આહીર સમાજના આગેવાનોએ કર્યો ચક્કાજામ

August 10, 2018 at 9:13 pm


આવેદનપત્ર આપવા ગયા ત્યારે અધિકારી હાજર ન હોવાથી રોષ ઃ ડેપ્યુટી કલેકટરે સ્થળ ઉપર આવેદનપત્ર સ્વીકાર્યા બાદ મામલો થાળે પાડયો

રાજકોટ ના પી. આઈ. સોનારાની બદલી અંગે ભચાઉ સ્થિત ડેપ્યુટી કલેકટર કચેરીમાં આહીર સમાજના આગેવાનો આવેદનપત્ર આપવા ગયા ત્યારે ડેપ્યુટી કલેકટર કચેરીમાં હાજર ન રહેતા આહીર સમાજમા આક્રાેશ ફેલાયો હતો અને હાઈવે પર આવી વાહનો અટકાવી ચક્કાજામ કર્યો હતો દરમિયાન ડેપ્યુટી કલેક્ટર રબારી દ્વારા સ્થળ ઉપર આવી આવેદનપત્ર સ્વીકાર્યું હતું અને મામલો થાળે પાડયો હતો દરમિયાન પોલીસે માર્ગ ખુલ્લાે કરાવી ટ્રાફિક નિયંત્રિત કર્યો હતો

રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોર્પોરેશનના વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ સંયુક્ત રીતે દબાણ હટાવવા ઝૂંબેશ શરુ કરી હતી આ કામગીરી દરમિયાન વચ્ચે આવતા રાજકિય આગેવાનુ દબાણ પણ હટાવવામાં આવ્યુ હતું બાદમાં તેમની બદલી કરવામાં આવી છે
આજે આ મામલે ભચાઉ તાલુકા આહિર સમાજ, ભચાઉ આહિર યુવા સંગઠન, ભચાઉ તાલુકા આહિર યુવક મંડળ સહિતના આહીર સમાજના વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવાનુ નક્કી કર્યું હતું તે દરમિયાન આ બનાવ બન્યાે હતો બાદમાં ડેપ્યુટી કલેકટરને આપેલા આવેદનપત્રમાં સમગ્ર મામલે વિસ્તૃત રજૂઆત કરી છે જેમાં કાયદો બધાને એક સમાન લાગુ પડે છે કાયદા મુજબ રાજકિય વ્યિક્તનું પણ દબાણ હટાવી પીઆઈ સોનારાએ પોતાની ફરજ બજાવી હતી ત્યારે તેને રાજકીય રીતે મુલવી પીઆઈ સાેંનારાની બદલી કરવામાં આવી તે વ્યાજબી નથી જે કોઈ આેફિસર નિષ્ઠા પુર્વક અને ઈમાનદારીથી ફરજ નિભાવે તેમની સામે આ પ્રકારની કાર્યવાહી યોગ્ય નથી તેમ જણાવી આહીર સમાજ દ્વારા પીઆઈ સાેંનારાની તાત્કાલિક બદલી રોકવા માંગ કરી છે અને જો બદલી રોકવામાં નહી આવે તો આહિર સમાજના સંગઠનો દ્વારા ધરણા તેમજ જરુર પડéે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ આ આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે
આજે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં આહીર સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો, યુવાનો, લોકો ઉપસ્થિત રહ્યા હતા

Comments

comments

VOTING POLL