ગાંધીનગરમાં જીજ્ઞેસ મેવાણીની રેલી: સજ્જડ બંદોબસ્ત

August 16, 2018 at 11:44 am


દલિત નેતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તા.13મીએ પાટણના ભાનુભાઈ વણકરની અર્ધવાર્ષિક વરસીએ તેમના પરિવારને સરકાર ન્યાય આપવામાં નિષ્ફળ ગઈ હોવાને મુદે આજથી ગાંધીનગરમાં મોરચો માંડવાની જાહેરાત કરી છે તો રાજ્યભરમાંથી દલિતોને ઉમટી પડવાની હાકલના પગલે ગાંધીનગરમાં પોલીસને સાબદી કરવામાં આવી છે. ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગત તા.13મી ઓગસ્ટે જિગ્નેશ મેવાણીએ આંદોલનની જાહેરાત કરી હતી.
ગત તા.15 ફેબ્રુઆરીએ પાટણના દુદપડા ગામના વણકર ભાનુભાઈએ દલિતોની જમીનોના મુદે વર્ષોથી લડી રહ્યા હતા અને તેમણે ન્યાય મેળવવા આત્મવિલોપ્નનો માર્ગ અખત્યાર કર્યો હતો. સરકાર સામે જે-તે સમયે મોરચો માંડવામાં આવ્યો હતો અને આઠ જેટલી માગણી પર સરકાર સંમત થઈ હતી જેમાં મુખ્ય સચિવ, સામાજિક-ન્યાય અને અધિકારીના વિભાગના સચિવ, રેન્જ આઈજી ગાંધીનગર, પોલીસ અધિક્ષક ગાંધીનગર, પોલીસ અધિક્ષક આઈબી અનુસૂચિત જાતિ, જનજાતિના કલ્યાણ નિયામકની સહીથી ખાતરી આપવામાં આવેલી અને છ મહિના પણ તમામ બાબતો નિરાકરણની ખાતરી આપી હતી.
પરંતુ રાજ્ય સરકાર દ્વારા આઠમાંથી એક પણ માગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી છ માસની અંદર તમામ પ્રશ્ર્નો ઉકેલવાને બદલે કોઈ કાર્યવાહી કરી નથી એટલે કે દગાખોર વચનભંગી ભાજપ સરકારનો જવાબ માગવા આજે બપોરે 12 વાગ્યરે ગુજરાતભરના દલિતો ધ-જીરો સર્કલથી રેલીની સ્વપે સત્યાગ્રહ છાવણી જશે અને સરકારનો જવાબ માગશે જેમાં ભાનુભાઈ વણકરના પરિવારજનો હાજરી આપશે.
આ રેલીનો ટ ધ-જીરોથી પથિકાશ્રમ પાસે સત્યાગ્રહ છાવણી સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. આ રેલીને લઈને ગાંધીનગરમાં પ્રવેશતા તમામ રસ્તા પર નાકાબંધી અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Comments

comments