ગાંધીનગરમાં ફોરેનની પેટર્ન પર સિટી સ્કેવરનું નિમાર્ણ કરાશે

September 12, 2018 at 11:23 am


ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. સેન્ટ્રલવિસ્ટા, મહાત્માગાંધી મંદિર, નિફટસિટી, દાંડીકુટિર બાદ હવે શહેરના મધ્ય વિસ્તાર સેકટર-22માં 24448 સ્કેવર મીટર જગ્યામાં સિટી સ્કવેર આકાર લેશે. ન્યુયોર્ક, લંડન, મોસ્કો, બેઈજિંગની ડિઝાઈનોમાંથી સારી બાબતો સ્વીકારીને ડિઝાઈન તૈયાર કરવામાં આવી ચે. જેનું પ્રેઝન્ટેશન સ્માર્ટસિટી અંતર્ગત રાજ્યના શહેરી વિકાસ વિભાગ સમક્ષ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશપુરી સમક્ષ પ્રેઝન્ટેશન કરી દેવામાં આવ્યું છે. આખી યોજનાની દરખાસ્ત તૈયાર થઈ ચૂકી છે. સિટી સ્કવેર પંચદેવ મંદિરની પાછળ આવેલા રાસ ગરબા મેદાનમાં આકાર લેનાર છે.
જેમાં ગાર્ડન, મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, શોપિંગ આર્કેટ, ફુડકોર્ટ, ચિલ્ડ્રન એડવેન્ચર પાર્ક, આેર્ગેનીક ફાર્મ, મલ્ટી એિક્ટવીટી પેવેલીયન, આેપનએરી થિયેટર, સોલારી ટ્રીઝ, ગ્રીનવોલવીથ વોરટફોલ સહિતના આકર્ષણો ઉભા કરવામાં આવનાર છે. તેમ સિટી ઈજનેર ભરત પંડયાએ જણાવ્યું છે.
સેકટર-22ના ગરબા મેદાનમાં 24448 ચો.મી.માં આકાર લેનારી 100 કરોડની યોજના ગાંધીનગર મહાનગર પાલિકાની સૌથી મોટી યોજના ગણાવી શકાય તેમ છે.
દુનિયાના વિખ્યાત શહેરો ન્યુયોર્ક, લંડન, મોસ્કો, બેઈજિંગના સ્કવેરને ધ્યાનમાં લઈને ગાંધીનગરના સિટી સ્કવેર માટે ટાટા કન્સલ્ટન્સી દ્વારા પ્રાેજેકટ રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. તે પૂર્વે આ વિવિધ દેશના સિટી સ્કવેરનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હોવાનો મનપાના ઈજનેરી શાખાના એ.એ.રતાણીએ જણાવ્યું છે.
આ સિટી સ્કવેરમાં પ્રજ્ઞાચક્ષુઆે માટે સેન્સરી ગાર્ડન, સેન્સરી વોલ તૈયાર કરવામાં આવનાર છે. જે બ્રેઈલ લિપીનો ઉપયોગ કરીને પ્રજ્ઞાચક્ષુ પણ પોતાની વાતો અને લાગણી વ્યકત કરી શકશે.
2020 સુધીમાં સ્માર્ટસિટી અંતર્ગત સમગ્ર પ્રાેજેકટ પૂર્ણ કરવાની તૈયારી રાખવામાં આવી છે. આ સિટી સ્કવેરનો ઉપયોગ, સામાજિક, રાજકીય ગેટ ટુ ગેધરની સાથે કોન્સર્ટનું આયોજન કરી શકાય તેવા ક્રાફટ મેલા, ફુડ ફેસ્ટિવલનું આયોજન કરી શકાશે તો આ સિટી સ્કવેર ખરા અર્થમાં સંગીતનો જલ્સો, બેઠકોનો દૌર ચલાવી શકાય તેવી આગવી સુવિધાથી સજ્જ રાખવામાં આવનાર છે.

Comments

comments

VOTING POLL