ગાંધીનગરમાં મિશનરી સ્કૂલે વિદ્યાર્થીઆેના કાંડે બાંધેલી રાખડીઆે પર કાતર ફેરવી દીધી

August 29, 2018 at 11:31 am


ગાંધીનગરમાં મિશનરી શાળા માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ધો.8ના વિદ્યાર્થીના કાંડ પર બાંધેલી રાખડી પર શિક્ષકે કાતર ફેરવી દેતા વાલીઆેમાં આક્રાેશ ફેલાયો છે. ભાઈ-બહેનના હેતનું પર્વ ગણાતા રક્ષાબંધનના બીજા જ દિવસે શાળાના શિક્ષકે આવી પ્રવૃતિ કરવામાં આવી છે. આ શાળાના શિક્ષકને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ ગઈકાલે ફરિયાદ કરવામાં આવી છે.

સેકટર-21 સ્થિત માઉન્ટ કાર્મલ શાળામાં ધો.5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઆેના કાંડા પર બાંધવામાં આવેલી રાખડીને લઈને વિવાદ ઉભો થયો છે. ભાઈ-બહેનના પ્રિત પ્રતિક રૂપે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઆેના કાંડા પર બંધાયેલી રાખડી શિક્ષકના નજરમાં આવી ગઈ હતી આથી તમામ વિદ્યાર્થીના કાંડા પર કાતર ફેરવીને રાખડી કાપી નાખી હતી. ત્યારે કેટલાક વિદ્યાર્થીઆેના ચહેરા સુમસ થઈ ગયા હતા. શાળાએથી ઘેર આવેલા બાળકોએ વાલીઆેને સમગ્ર કથની વર્ણવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો રૂપ જિલ્લા-શિક્ષણાધિકારી અને શિક્ષણ મંત્રી સમક્ષ રાવ નાખવામાં આવી હતી.

આ મુદાને લઈને શાળાના આચાર્ય-સિસ્ટર જેનીફરના જણાવ્યાનુસાર માઉન્ટ કાર્મેલ શાળામાં સર્વધર્મ સમભાવ રાખવામાં આવે છે. આવી કોઈ ઘટના બની હોય તેવું તેમના ધ્યાન પર નથી.

તો જિલ્લા શિક્ષણાધિકારી બારડના જણાવ્યાનુસાર આ બનાવની મૌખિક કે લેખિત ફરિયાદ મળી નથી આવી ફરિયાદ મળશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેવું સ્પષ્ટ જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL