ગાંધીના ગુજરાતમાં દરરોજ ત્રણ હત્યા, ત્રણ પર ખૂની હુમલા!

January 11, 2019 at 11:47 am


ગુજરાતની ગણતરી દેશના સલામત અને શાંત રાજ્યોમાં કરવામાં આવે છે. સમયાંતરે દાવાઆે કરવામાં આવે છે કે અહીના શહેરોમાં છોકરીઆે રાત્રે બે વાગ્યે પણ એકલી ફરી શકે છે. જોકે, બીજી તરફ જે આંકડાઆે સામે આવ્યા છે તેના પરથી સલામત ગુજરાતના દાવાનો છેદ ઉડી જાય છે. તાજેતરમાં જ ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યામાં આરોપીઆે તો નથી પકડાયા પરંતુ કોણે અને શા માટે હત્યા કરી તે પણ સામે આવ્યું નથી. રાજ્યના ગૃહવિભાગના આંકડા કહે છે કે રાજ્યમાં દરરોજ ત્રણ વ્યિક્તની હત્યા થાય છે, તેમજ ત્રણ પર ખૂની હુમલા થાય છે.
દરરોજ જે રીતે હત્યા અને જીવલેણી હુમલાની ઘટનાઆે સામે આવી રહી છે તે જોતા લાગે છે કે ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. જોકે, હત્યા કે હત્યાના પ્રયાસના બનાવો ગુજરાતના કોઈ ચોક્કસ વિસ્તારમાં બને છે તેવું નથી. ગુજરાતનો એક પણ જિલ્લાે એવો નથી જ્યાં આવા બનાવો નથી બની રહ્યા.
છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ હત્યાના મામલામાં અમદાવાદ જિલ્લાે સૌથી મોખરે રહ્યાે છે. અમદાવાદ જિલ્લામાં બે વર્ષમાં હત્યાના 267 કેસ નાેંધાયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં બે વર્ષમાં હત્યાના 162 બનાવો નાેંધાયા છે. આખા રાજ્યની વાત કરવામાં આવે તો બે વર્ષમાં કુલ 2211 વ્યિક્તની હત્યા કરવામાં આવી છે.
જેમાં અમદાવાદ- 267 હત્યા, રાજકોટ- 162, કચ્છ -109 હત્યા, ભાવનગર- 93 હત્યા, ખેડા- 70, બનાસકાંઠા- 78, સુરેન્દ્રનગર- 76, દાહોદ- 77, વડોદરા- 71 હત્યા થઈ છે. હત્યા ઉપરાંત બે વર્ષમાં હત્યાના પ્રયાસની પણ અનેક ઘટનાઆે સામે આવી છે. આંકડાઆે જોઈએ તો રાજકોટમાં 128, સુરતમાં 218, જામનગરમાં 241, અમદાવાદમાં 295, મહેસાણામાં 121 હત્યાના પ્રયાસની ઘટનાઆે બનાવા પામી છે. હત્યાન પ્રયાસના કેસમાં પણ અમદાવાદ જિલ્લાે મોખરે રહ્યાે છે.

Comments

comments

VOTING POLL