ગાડી ચલે જાન જલે, નૈનો તલે ધૂંઆ ઉઠે…! : દરેક નાગરિકને સાઇકલ આપી દો…!

May 28, 2018 at 5:46 pm


અત્યારે દેશના દરેક નાગરિકની સ્થિતિ એવી છે અથવા તો દરેક વાહનધારકની માનસિક પેટર્ન એવી થઈ ગઈ છે કે તે પોતાના વાહનને કીક મારે છે તેની સાથે જ તેને જાણે દિલમાં કીક લાગતી હોય તેવી પીડા થાય છે અને ગાડી ચાલે છે ત્યારે ઇંધણની સાથોસાથ તેનો જાણે જીવ પણ બળતો જાય છે અને સાયલન્સરમાંથી જેમ ધૂમાડા નીકળે છે તેવી રીતે તેના દિમાગમાંથી અને વિચારોમાંથી પીડાયુકત ધૂમાડા બહાર આવે છે પરંતુ કમનસીબે તે કોઈને દેખાતા નથી.
આપણા દેશમાં રોજ રોડ પર સેંકડો વાહનો નવા છૂટીને દોડી રહ્યા છે અને જૂના છે તે તો એમના એમ જ છે. અત્યારે પેટ્રાેલ પમ્પ પર જતાં હોઈએ ત્યારે એવી પીડા થાય કે જ્યારે આેપરેશન થિયેટરમાં જતા હોઈએ. ગર્ભવતી સ્ત્રીનું લેબરપેઈન અને વાહનચાલકનું પેઈન લગભગ સરખા રહ્યા છે. ગર્ભવતી સ્ત્રીને તો સિઝરિયન બાદ રાહત પણ થઈ જાય છે પણ વાહન ચાલકને તો રાહતનો ભેટો કયારેય થતો નથી. એક તો પહેલાંથી જ માેંઘવારીએ માજા મુકી છે અને તેના ઉપર રોજેરોજ પેટ્રાેલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે દરેક નાગરિકને સરકારે મફતમાં સાઈકલ આપી દેવી જોઈએ. જો આમ થાય તો દરેક વાહનચાલકના રસોડાના બજેટમાં કોઈ કાંપ મુકાય નહી અને તેના પર્સનલ પોકેટમની પર પણ પ્રેશર આવશે નહી. સૌથી મોટો ફાયદો એ થશે કે પર્યાવરણની રક્ષા થશે અને દેશમાં હવામાન ખુબ જ શુધ્ધ થઈ જશે.
ચૂંટણીના પ્રચારો દરમિયાન જે મોટા મોટા વચનો આપવામાં આવે છે અને હથેળીમાં જે ચંદ્ર બતાવવામાં આવે છે તેના બદલે રાજકીય પક્ષોએ દરેક નાગરિકને સાઈકલ મફતમાં આપવા તરફ વળી જવું જોઈએ. જો આમ થાય તો એમના મતની ટકાવારી સોએ સો ટકા વધી જશે. મોદી સરકારે કેન્દ્રમાં ચાર વર્ષનું શાસન પુરું કર્યું છે પરંતુ એમની સરકારનું સાયલેન્સર હજુ િક્લયર થયું નથી અને તેમાં ઘણા બધા ફોલ્ટ દેખાઈ રહ્યા છે. નો-ડાઉટ તેમણે કેટલીક યોજનાઆે ખુબ સારી આપી છે. આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજનાની ખરેખર આપણે નાેંધ લેવી પડે. આ યોજનાથી દરેક ગરીબને પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મળશે. આ ઉપરાંત જન આૈષધિ કેન્દ્રાે ખોલીને એમણે લોકોને કવોલિટીવાળી અને ખુબજ સસ્તી દવા મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આ બધા કામ સરાહનિય છે અને તેની નાેંધ લેવી પડે એમ છે પરંતુ જેની સૌથી વધુ અસર અને ચર્ચા છે તે માેંઘવારી મોદી સરકાર ઘટાડી શકી નથી તે વાત પણ એટલી જ સત્ય છે અને મોદી સરકાર જાણે ખુદ પોતાની કસોટીમાં સલવાય છે તેવું દેખાય છે. મોદી સરકારે જ્યારે સત્તા સંભાળી ત્યારે જનતાની ઉિમ્મદો આસમાન પર હતી. 30 વર્ષ બાદ કેન્દ્રમાં કોઈ એવી પાર્ટી એકલા જ બહુમતીના જોરે સત્તા પર આવી હતી અને તે ધારે તો માેંઘવારીને સાવ ડાઉન કરી શકે તેમ હતી પરંતુ એવું થયું નથી તેનો વસવસો લગભગ દરેક ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગને છે. આ મજબૂત અને બહુમતીવાળી સરકાર પાસેથી પરિવર્તનની સો ટકા આશા હતી અને વડાપ્રધાને તેમજ એમના સાથીઆેએ પણ તેનો વાયદો કર્યો હતો. ટીમ મોદીએ અપેક્ષાને અનુરૂપ કેટલાક સાહસિક નિર્ણયો કર્યા છે જેમાં નોટબંધી અને જીએસટીને સામેલ કરી શકાય છે પરંતુ ભ્રષ્ટાચાર ઘટવાના બદલે વધુ રાક્ષસી બની ગયો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તો લગભગ દિલ્હી સહિત દરેક રાજ્યમાં સાવ ખાડે ગઈ છે. ક્રાઈમનો વધારો શાંતિપ્રિય અને સંસ્કારી સમાજ માટે એક કોયડો બની ગયો છે. મહિલાઆે વિરોધી અને બાળ વિરોધી ગુનાખોરી દિન-પ્રતિદિન વધી રહી છે. ગેંગરેપ તો હવે સાવ સામાન્ય ઘટના જાણે બની ગઈ હોય તેવી રીતે દરેક રાજ્યમાં ગેંગરેપ થઈ રહ્યા છે. ગરીબોને સંપૂર્ણ રીતે હજુ ન્યાય મળ્યો નથી અને એમની હાલત હજુ સુધરી નથી. એમના જીવનમાં અપેક્ષા મુજબનું કોઈ પરિવર્તન આવ્યું નથી તે વાત પણ એટલી જ સાચી છે. ફકત કાેંગ્રેસને ગાળો દેવાથી શાસન મજબૂત કે અર્થપૂર્ણ થઈ જતું નથી. મોદી સરકારે આ વાતને ગંભીરતાથી સમજવાની જરૂર છે અને હવે તેની પાસે એક વર્ષનો સમય રહ્યાે છે ત્યારે દેશમાં દરેક પ્રકારે શાંતિની સ્થાપના થાય તેવા પગલાં તેણે ભરવા પડશે. માેંઘવારીને નાથવા માટે મોદી સરકારે સાહસિક પગલાં લેવા પડશે. ઉદ્યાેગપતિઆેને ગમે કે ન ગમે પરંતુ સામાન્ય જનના હિતોની રક્ષા કરવા માટે માેંઘવારીની સામે કેન્દ્ર સરકારે ઉગ્ર અભિયાન શરૂ કરવું પડશે તો જ માેંઘવારી નામનો રાક્ષસ આ દેશમાંથી તડીપાર થશે.
પેટ્રાેલ-ડીઝલની વાત કરીએ તો તેમાં કેન્દ્ર તેમજ બધી રાજ્ય સરકારોની દાનત સારી લાગતી નથી. કોઈને ખોટ કે નફામાં ઘટાડો પોસાતો નથી. આમ તો બધા લોકોના કલ્યાણની વાતો કરતા હોય છે અને માઈક પરથી મોટા મોટા બરાડા પાડીને જનતાની ખુશહાલીની ગૂલબાંગો ફેંકતા હોય છે પરંતુ પેટ્રાેલ-ડીઝલમાં ભાવ ઘટાડવાની ચિંતા એમને નથી કારણ કે, તેમાંથી તેમને મબલખ આવક થાય છે. પેટ્રાેલ-ડીઝલના ભાવ ઘટાડાની વાત આવે છે ત્યારે લોકો પ્રત્યેની લાગણી ભિસ્મભૂત થઈ જાય છે. તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે આ વલણમાં પરિવર્તન લાવવાની જરૂર છે. જનતા તો બિચારી સહન કરી જ રહી છે ને આગળ પણ કરવાની છે ત્યારે નરેન્દ્ર મોદી પાસેથી હવે શાસનના છેલ્લા વર્ષમાં ગરીબો અને મધ્યમ વર્ગને ઘણી મોટી આશા છે. આ આશાને તેઆે ખરેખર પુરી કરશે તેવો એક વિશ્વાસ એમનામાં છે.

Comments

comments

VOTING POLL