ગાયકવાડ સરકારે ભેટ આપેલા દ્વારકાના પુસ્તકાલયની હાલત ખંઢેર સમાન

February 11, 2019 at 12:11 pm


દ્વારકા નગરી પોતાના પૌરાણિક કલા વારસાની નગરી કહેવાય છે અહી આવેલ પૌરાણીક મંદિર સહિત દ્વારકામાં રાજાશાહી વખતના અનકે સ્થળ આવેલા છે. ત્યારે દ્વારકા શહેરની શાન કહેવાતું અને 1871માં બરોડા રાજયના રાજા સયાજીરાવ ગાયકવાડ સરકારે દ્વારકાની જનતાને આપેલી ભેટ સમુ પુસ્તકાલય હાલ ખંઢેર હાલતમાં છે. અહી પુસ્તકાલયમાં તમામ પુસ્તકો મૌજુદ છે તો કયાંક યોગ્ય સાચવણીના અભાવે આ પુરાણિક જ્ઞાનના પુસ્તકોનો ભંડાર જાણે ધૂળ ખાઇ રહ્યાે છે. તેવા દ્રશ્યો જોઇ ચોક્કસ પુસ્તક અને વાંચન કરનારા લોકો માટે આ દ્રશ્યો દુઃખદ છે. આ પુસ્તકાલય એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે એમાં નાના બાળકો મહિલાઆે અને પુરૂષોના ત્રણેય ભાગ જુદા જુદા છે. એક સમય હતો જયારે ગુજરાત બહારથી યાત્રા કરવા આવત સાધુ સંતો પણ અહી હળવાશના પળોમાં અમુખું પુસ્તકોનું વાંચન કરવા આવતા હતા. તથા એક સમયે અહી પુસ્તકાલયમાં પુસ્તકો વાચવા માટે લાઇનો લાગતી હતી પરંતુ અત્યારે 35 હજારથી પણ વધારે સાંસ્કૃતિક વારસાની ધરોહર સમા પુસ્તકો છે ત્યારે આ પુસ્તકાલયમાં પોતાનો જીવ જોખમમાં નાખી પુસ્તકોનું વાંચન કરવા આવવા કોઇ રાજી નથી.

યાત્રાધામ દ્વારકામાં સિદ્ધનાથ મંદિર રોડ પાસે આવેલા આ 148 વર્ષ જૂનું સરસ્વતીના મંદિર સમાન સાર્વજનિક પુસ્તકાલય એ ભૂતકાળમાં અનેક પારિતોષિક અને એ ગ્રેડ પુસ્તકાલયનો એવોર્ડ મેળવ્યો હતો. ત્યારે હાલની તકે કુદરતના કોપથી બચવા જાણે તંત્રને પાલવ પાથરી પોકાર કરતું નજરે પડે છે. ત્યારે આ અહેવાલ દ્વારા સરકારને અપીલ કરે છે આ પુસ્તકાલયનું વહેલામાં વહેલી તકે જીર્ણોદ્ધાર થાય. કારણકે અહી અનેક નવલકથાથી માંડીને ધામિર્ક ગ્રંથના લગતા તેમજ હિન્દી ઉદૂર્ ભાષાના તમામ પુસ્તકો હાજર છે અને અહી અનેક પુસ્તક પ્રેમીઆે પોતાના જીવના જોખમે અહી વાંચન કરવા હજી પણ આવે છે. જો આ પુસ્તકાલય મરણ પથારી પ હોવાથી જી આનો વહેલી માં વહેલી તકે જીર્ણોદ્ધાર કરવામાં નહી આવે તો હવેની પેઢી આ પુસ્તકાલયનો લાભ નહી લઇ શકે તેવું લાગી રહ્યું છે.

Comments

comments

VOTING POLL