ગાેંડલનાં કંટોલિયામાં માથાભારે શખસે કોઈ કારણસર યુવાનને રહેંસી નાખ્યો

January 19, 2019 at 11:55 am


ગાેંડલના કંટોલીયામાં માથાભારે શખસનું મગજ ભમતાં કોઈપણ કારણવિના નિદોર્ષ યુવાનને તેના જ ઘર પાસે રહેસી નાંખતા બનાવની અરેરાટી વ્યાપી છે. મજૂરીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતાં યુવાનને છરી અને પથ્થરના ઘા ઝીકી નિર્મમ હત્યા થતાં નાના એવા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.
આ અંગેની વિગત મુજબ, ગાેંડલના કંટોલિયા ગામે યુવાનની નિર્મમ હત્યાથી ચકચાર મચી છે. આ યુવાનને છરી તેમજ પથ્થરોના ઘા મારી ઘર પાસે જ રહેશી નાખવામાં આવ્યો હતો. બનાવની વિગત મુજબ, ગાેંડલ તાલુકાના કંટોલિયા ગામે ગતરાત્રીના વણકરવાસમાં યુવાનને ગામના જ યુવાને છરીના ઘા મારી માથે પથ્થરનો ઘા મારી નિમાર્તા નાના એવા ગામમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ઘટનાને પગલે જિલ્લાભરની પોલીસ દોડી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કંટોલિયા ગામે રહેતા છુટક મજુરી કરતા ધીરુભાઈ જીવાભાઈ સોલંકી ઉંમર વર્ષ 40ને ગામના જ જીતુ નામના શખ્સે વાસમાં છરીના ઘા મારી માથે પથ્થરોના ઘા મારી રહેંસી નાખતા ડીવાયએસપી ભરવાડ તાલુકા પી.એસ.આઇ એલ.સી.બી પોલીસ સહિતનો કાફલો તેમજ માનવ સેવા ટ્રસ્ટ ના પ્રફુલભાઈ રાજ્યગુરુ એમ્બ્યુલન્સ સાથે દોડી ગયેલ હતા અને તપાસના ચક્રાે ગતિમાન કર્યા હતા.

નાના એવા કંટોલિયા ગામ માં હત્યાનો બનાવ બનતા ગામમાં ભયનો માહોલ બની જવા પામ્યો હતો ઘટના અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે જીતુ નામનો શખ્સ અવારનવાર ઝઘડા કરતો હોય અનેકવાર પોલીસ ચોપડે પણ જડી જવા પામ્યો છે પોલીસમાં ફરિયાદ કે અરજી કરનાર વિરુÙ દેખાતો હતો ગત સાંજના તે અર્ધનગ્ન હાલતમાં જ ગામમાં ફરતો હતો અને રાત્રીના 11 કલાકે વણકરવાસમાં પહાેંચી ધીરુભાઈને ઘરમાંથી બહાર બોલાવી વિના કારણે રહેંસી નાખ્યા હતા.
કંટોલિયા ગામ માં જીતુ નો ત્રાસ અનહદ વધી ગયેલ હોય ગામમાં હત્યાનો બનાવ બન્યા બાદ પોલીસ આવી ગયા છતાં પણ લોકો ઘરની બહાર નીકળતા ભય અનુભવતા હતા બાદમાં પોલીસ નો જમાવડો જામતા ધીમે ધીમે લોકોના ટોળા જામવા લાગ્યા હતા.

Comments

comments

VOTING POLL